Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd September 2021

વિધાનસભા-૭૦-૭૧માં ભાજપ યુવા મોરચા દ્વારા રકતદાન કેમ્પ

રાજકોટ પ્રદેશ ભાજપ દ્વારા દર વર્ષે ભાજપ દ્વારા નરેન્દ્રભાઇ મોદીજીના જન્મ દિવસને સેવા સપ્તાહ સ્વરૂપે વિભિન્ન કાર્યક્રમોના માધ્યમથી મનાવવામાં આવે છે તે અંતર્ગત 'સેવા અને સમર્પણ' હેઠળ વિવિધ સેવાકીય કાર્યોની વણઝાર તળે શહેર ભાજપ યુવા મોરચા દ્વારા 'રકતદાન એ મહાદાન'ના સૂત્રને સાર્થક કરવાના ભાગરૂપે વિધાનસભા-૭૦-૭૧ માં રકતદાન કેમ્પ યોજેલ હતો. આ તકે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી નરેન્દ્રસિંહ ઠાકુર, મેયર ડો. પ્રદિપ ડવ, શાસક પક્ષ નેતા વીનુભાઇ ધવા, દંડક સુરેન્દ્રસિંહ વાળા, ભાનુબેન બાબરીયા, જયાબેન ડાંગર, મગનભાઇ સોરઠીયા, નીતીન રામાણી, વિજય કોરાટ, વીનુભાઇ સોરઠીયા, રાજુભાઇ માલધારી, પ્રવીણ ઠુંમર, સંજય દવે, સંજય બોરીચા, મૌલીક દેલવાડીયા, કિરણબેન હરસોડા, વર્ષાબેન રાણપરા, મીતલબેન લાઠીયા, અસ્મીતાબેન દેલવાડીયા, સોનલબેન સેલારા, અનીતાબેન ગોસ્વામી, રવજીભાઇ મકવાણા, રસીકભાઇ કાવઠીયા, પ્રવીણ પાઘડાર, મનસુખભાઇ વેકરીયા, ધર્મેશ ડોડીયા, શૈલેષ પરસાણા, રણજીત સાગઠીયા, ભારતીબેન પરસાણા, લીલુબેન જાદવ, હસુભાઇ ચોવટીયા, સંજય પીપળીયા, હરસુખભાઇ માકડીયા, હીતેશ ઢોલરીયા, સિધ્ધરાજસિંહ જાડેજા, યોગરાજસિંહ જાડેજા, મહેશ પીપળીયા, આયદાનભાઇ બોરીચા, શોભનાબેન અકબરી, અલ્પાબેન જાદવ, કંચનબેન મારડીયા, રશ્મીબેન પટેલ, ફર્નાન્ડીઝ પાડલીયા સહીતના ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા પૃથ્વીસિંહ વાળા, હીરેન રાવલ, કિશન ટીલવા, પુર્વેશ ભટ્ટ, કુલદીપસિંહ જાડેજા, જયપાલ ચાવડા, અમીત બોરીચા, જયેશ કુંભારવાડીયા, જય બોરીચા, નીરવ રાયચુરા, શકિત કાચા, અમી બાવળેચા, કેયુર મશરૂ, રૂપેશ ડોડીયા, ભાવેશ વઘાશીયા, મેહુલ પટેલ, સહિતનાએ જહેમત ઉઠાવી હતી. 

(3:51 pm IST)