Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd September 2021

સ્વ. સરયુબેન સી. શેઠની દ્વિતિય પૂણ્યતિથિ નિમિતે એમ્બ્યુલન્સ અર્પણ

રાષ્ટ્રસંત પૂ. નમ્રમુનિ મ.સા.ના પ૧માં જન્મદિન-માનવ મહોત્સવ ઉપલક્ષમાં

રાજકોટ તા. રરઃ રાષ્ટ્રસંત પરમ ગુરૂદેવશ્રી નમ્રમુનિ મ.સા. ના પ૧માં જન્મોત્સવ ઉપલક્ષ માનવ મહોત્સવના ઉપક્રમે જન્મોત્સવ સપ્તાહ ચાલી રહ્યું છે, ત્યારે શ્રી ઉવ્વસગ્ગહરં સાધના ભવન ખાતે અભિનંદનનો કાર્યક્રમ રાખેલ હતો. તે દરમ્યાન રાષ્ટ્ર સંત પૂ. શ્રી ગુરૂદેવની પ્રેરણાથી એમ્બ્યુલન્સ અર્પણનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો. વૈયાવચ્ચ સમ્રાટ ચંદ્રકાંતભાઇ શેઠના ધર્મપત્નિ સ્વ. સરયુબેન શેઠની દ્વિતિય વાર્ષિક પૂણ્યતિથિ નિમિતે પૂ.સાધુ-સાધ્વીજીના વૈયાવચ્ચના ભાગરૂપે તથા ઇમરજન્સીમાં જરૂર પડે ત્યારે ગમે તે દર્દીને ઉપયોગી થઇ પડે તેવા હેતુ સાથે એમ્બ્યુલન્સની અર્પણવિધિ કરવામાં આવેલ હતી. અર્હમ ગૃપના કાર્યકર્તાઓ એમ્બ્યુલન્સ માટે જરૂરીયાત ઉભી થાય તે પ્રમાણેની સેવા આપશે. સેવા સંપર્ક માટે જીમીભાઇ શાહ (મો. ૯૮રપ૪ ૪૮૭૭૯) તેમજ રૂષભભાઇ શેઠ (મો. ૯૩૭૪૮ ૩૯૭૪૭) ઉપર સંપર્ક થઇ શકશે.

આ પ્રસંગે શ્રી ગોંડલ નવાગઢ સ્થા. જૈન સંઘના પ્રમુખ પ્રવિણભાઇ કોઠારી, શ્રી રોયલ પાર્ક સ્થા. જૈન મોટા સંઘ-સી.એમ. શેઠ પૌષધશાળાના પ્રમુખ તથા શ્રી શેઠ ઉપાશ્રય જૈન સંઘના ચેરમેન ચંદ્રકાંતભાઇ શેઠ, રૂષભભાઇ શેઠ, ભાવેશભાઇ શેઠ, સંજયભાઇ શેઠ, અજયભાઇ શેઠ, વિરેનભાઇ શેઠ, શ્રી ઉવ્વસગ્ગહરં સાધના ભવનના પ્રમુખ જીમીભાઇ શાહ, પૂર્વ પ્રમુખ અલ્પેશભાઇ શેઠ, તુષારભાઇ મહેતા, સેતુરભાઇ, નવીનભાઇ દોશી, તરૂબેન દોશી, શ્રેયા દીદી, હેમા દીદી સહિતના અનેક ગુરૂભકતો ઉપસિથત રહી પૂ. ગુરૂદેવના જન્મદીન નિમિતે અભિવંદના કરી અને સેવા સ્વકલ્યાણનો સંકલ્પ લીધેલ હતો. 

(3:51 pm IST)