Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd September 2021

રેસકોર્ષમાં આવેલ મ્યુઝીકલ ફાઉન્ટેન ફરી શરૂ કરોઃ ડો. દર્શિતાબેન શાહ

રાજકોટ તા. રરઃ શહેરના હાર્દસમા રેસકોર્ષમાં આવેલ મ્યુઝીકલ ફાઉન્ટેનને પુનઃ શરૂ કરવા ડે. મેયર ડો. દર્શિતાબેન શાહે મ્યુનિ. કમિશ્નરશ્રીને રજુઆત કરી છે.

મ્યુનિ. કમિશ્નરશ્રીને રજુઆત કરતા ડે. મેયર ડોદ. દર્શિતાબેન શાહ જણાવેલ છે કે, મહાનગરપાલિકા દ્વારા રેસકોર્ષ બહુમાળી ભવનની સામે આવેલ ગાર્ડનમાં જે તે વખતે મ્યુઝીકલ ફાઉન્ટેન મુકવામાં આવેલ અમુક સમય બાદ કોપઇણ કારણોસર આ મ્યુઝીકલ ફાઉન્ટેન બંધ થઇ ગયેલ. રાજકોટ શહેર વિકાસશીલ, પ્રગતિશીલ શહેર છે. શહેરીજનોને હરવા ફરવા માટે રેસકોર્ષ ઘણું મહત્વનું સ્થળ છે.

મ્યુઝીકલ ફાન્ટેનથી શહેરીજનોને ઘણું આકર્ષક નજરાણું મળેલ તેમજ બહોળી સંખ્યામાં શહેરીજનો આ મ્યુઝીકલ ફાન્ટેનની સુવિધાનો લાભ લીધેલ પરંતુ કોઇપણ કારણોસર આ મ્યુઝીકલ ફાન્ટેન ત્યારબાદ શરૂ કરવામાં આવેલ નથી જે તે વખતે મ્યુઝીકલ ફાન્ટેનને લગત તમામ માળખું ઉભું કરવામાં આવેલ જે હાલ હયાત છે. પરંતુ મેઇન્ટેનન્સના અભાવે તેમજ થોડા રીપેરીંગના અભાવે હાલ આ મ્યુઝિકલ ફાઉન્ટેન બંધ છે શહેરીજનોને નવી સુવિધા મળી રહે તે ધ્યાને લઇ આ મ્યુઝિકલ ફાઉન્ટેન સત્વરે પુનઃ શરૂ કરવો જરૂરી છે. તો આ અંગે સત્વરે મ્યુઝિકલ ફાન્ટેનને પુનઃ શરૂ કરવા ડેપ્યુટી મેયર ડો. દર્શિતાબેન શાહે રજુઆતમાં જણાવેલ છે. 

(3:50 pm IST)