Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd September 2021

સરકારી શાળાના ૪ હજાર બાળકોએ મોદીજીને પત્ર લખી જન્મદિનની શુભેચ્છા પાઠવી

શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઇ મીરાણીના હસ્તે પોસ્ટકાર્ડ પોસ્ટ માસ્તરને અપાયાઃ કાર્યક્રમને સફળ બનાવવા શિક્ષણ સમિતિ ચેરમેન સહિત તમામ સભ્યોએ જહેમત ઉઠાવી

રાજકોટ તા. રરઃ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીને જન્મદિનની શુભકામના પાઠવવા શિક્ષણ સમિતિની શાળાનાં ૪ હજાર ભૂલકાઓએ પોસ્ટકાર્ડ લખ્યા છે.

પ્રધાનમંત્રીશ્રીના જન્મદિવસ નિમિતે રાજકોટ મહાનગરપાલિકાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અભ્યાસ કરતા શાળાના ટબુકડા બાળમિત્રો પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીને હાર્દિક શુભકામના પાઠવવા માટે તલપાપડ હતા. જેથી બાળકોએ પોતાના સ્વ હસ્તે લખેલા પોસ્ટકાર્ડ પોસ્ટ મારફત અંદાજીત ૪૦૦૦ થી વધુ ભૂલકાઓ દ્વારા તૈયાર કરવામાં આવેલ. જે તમામ પત્રો પ્રધાનમંત્રીશ્રીને મોકલવા માટે શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઇ મીરાણીના હસ્તે પોસ્ટમાસ્તરને આપવામાં આવેલ.

આ સમગ્ર કાર્યક્રમમાં શિક્ષણ સમિતિ અધ્યક્ષ અતુલ પંડિત, ઉપાધ્યક્ષ સંગીતાબેન છાંયા, સદસ્ય રવિભાઇ ગોહેલ, તેજસભાઇ ત્રીવેદી, કિરીટભાઇ ગોહેલ, ડો. વિજયભાઇ ટોળીયા, ફારૂકભાઇ બાવાણી, ધૈર્યભાઇ પારેખ, શરદભાઇ તલસાણીયા, ડો. પીનાબેન કોટક, કિશોરભાઇ પરમાર, જયંતીલાલ ભાખર, ડો. અશ્વિન દુધરેજીયા, જાગૃતીબેન ભાણવડીયા, શાસનાધિકારી કિરીટસિંહ પરમાર હાજર રહી સમગ્ર કાર્યક્રમને સફળ બનાવેલ. 

(3:16 pm IST)