Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd September 2021

કુબલીયાપરા મચ્છી ચોકમાં જાહેરમાં તીનપતીનો જુગાર રમતા ૩ ઝડપાયા

એસ.ટી. બસ સ્ટેન્ડ પાસેથી વરલીનો જુગાર રમતો કાદર ઝડપાયો

રાજકોટ,તા.૨૨: કુબલીયા પરામાં મચ્છી ચોકમાં થોરાળા પોલીસે બાતમીના આધારે દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા ત્રણ શખ્સોને પકડી લીધા હતા.

મળતી વિગત મુજબ કુબલીયા પરા મચ્છી ચોકમાં કેટલાક શખ્સો જુગાર રમતા હોવાની બાતમી મળતા થોરાળા પોલીસ મથકના પી.આઇ. બી.એ.મ કાતરીયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ જી.એસ.ગઢવી તથા હેડ કોન્સ. ભુપતભાઇ વાસાણી તથા ધર્મેશભાઇ ખાંડેખા સહિતે દરોડો પાડી તીનપતીનો જુગાર રમતા ધરમનગર આવાસ યોજના કવાર્ટર બ્લોક નં. ૨૮ કવાર્ટર નં. ૮૧૯ ના અમીન જહુરભાઇ શીશાંગીયા, ભગવતીપરાના રીયાઝ અસ્લમભાઇ કાફી (આરબ), મોરબી રોડ બજરંગ પાર્ક શેરી નં. ૪ના અશ્વીન મણીલાલભાઇ મહેતાને પકડી લઇ રૂ.૩૭૪૦ ની રોકડ કબ્જે કરી હતી.

જ્યારે બીજા દરોડામાં એ ડીવીઝન પોલીસ મથકના પીએસઆઇ જે.એમ.ભટ્ટ તથા કોન્સ. રામભાઇ વાંક સહિતે બાતમીના આધારે એસ.ટી.બસ સ્ટેન્ડ પાસે દરોડો પાડી વરલી ફીચરનો જુગાર રમાડતા કાદવર આમદભાઇ પારેખ (રહે. બજરંગવાડી રામજીનગર મેઇન રોડ પ્લોટ નં. ૪૮)ને પકડી લઇ રૂ. ૭૮૦ની રોકડ સહિતની મત્તા કબ્જે કરી હતી. 

(3:13 pm IST)