Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd September 2021

માધાપર - મુંજકા - ઘંટેશ્વર, મોટામવા, મનહરપુરમાં મકાનવેરાના દર નકકી થઇ ગયા

જંત્રી દરના આધારે વેરા અકારણી દર નકકી થતા હવે વેરાબીલની કામગીરી ઝડપી બનશે મેયર પ્રદિપ ડવ સ્ટેડીંગ ચેરમેન પુષ્કર પટેલ અને મ્યુ. કમિશ્નર અમિત આરોરાની જાહેરાત

રાજકોટ, તા. રર : રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં માધાપર(મનહરપુર-૧ સહીત), ઘંટેશ્વર, મોટામવા અને મુંજકા ગ્રામ પંચાયતોનો સમાવેશ કરવામાં આવેલ છે. જેમાં આવેલ મિલકતોનો મિલકત વેરા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સર્વે કરી જંત્રી ભાવને ધ્યાને લઈ લોકેશન ફેકટર નિયત કરવામાં આવ્યા છે તેમ મેયર  ડો. પ્રદીપ ડવ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન  પુષ્કરભાઇ પટેલ અને મ્યુનિ. કમિશનર  અમિત અરોરાની સંયુકત યાદીમાં જણાવવામાં આવ્યું છે.

 જંત્રી ભાવને ધ્યાને લઈને કરવામાં આવેલ લોકેશન ફેકટરના આધારે મિલકત વેરા બિલ બનાવવામાં આવશે અને વેરા વસુલાતની કાર્યવાહી કરી શકશે. જેમાં જંત્રી ભાવ ૧૪૦૦૦/- કે તેથી વધારે હશે તેને ખ્ લોકેશન ફેકટર, જંત્રી ભાવ ૮,૦૦૦/- થી ૧૪૦૦૦/- સુધી હશે તેને એ લોકેશન ફેકટર, જંત્રી ભાવ ૪,૦૦૦/- થી ૮,૦૦૦/- સુધી હશે તેને બી લોકેશન ફેકટર, જંત્રી ભાવ ૪,૦૦૦/- થી ઓછો અને નોટીફાઇડ સ્લમ વિસ્તાર હશે તેને ડી લોકેશન ફેકટર ગણવામાં આવશે.

(3:10 pm IST)