Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd September 2021

ગાંધીગ્રામ ભારતીનગરના નિર્મળાબેન લાઠીગ્રાનું બેભાન હાલતમાં મોત

રાજકોટ તા. ૨૨: ગાંધીગ્રામ ભારતીનગર લાખના બંગલા પાસે શ્યામનગરમાં રહેતાં નિર્મળાબેન ભીખુભાઇ લાઠીગ્રા (સોની) (ઉ.વ.૮૩) ઘરે બિમારીથી બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત નિપજતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતાં ગાંધીગ્રામ પોલીસે કાર્યવાહી કરી હતી. નિર્મળાબેન ભત્રીજા સાથે રહેતાં હતાં.

નવાગામમાં ગેસની નળી લિક થતાં અંજુબેન દાઝી

નવાગામ ૫૬ વારીયામાં રહેતી અંજુબેન મહેશ ઝાલા (ઉ.૨૦) ગેસની નળી લીક થતાં ભડકો થતાં દાઝી જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં બી-ડિવીઝન પોલીસને જાણ કરવામાં આવી હતી. 

(3:08 pm IST)