Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd September 2020

રાજકોટ રોયલપાકૅ ઉપાશ્રય બીરાજમાન

ગોંડલ સંપ્રદાયના સાધ્વીરત્ના પૂ.પ્રભાબાઈ મ.સ ( પૂ.પ્રભુજી ) કાળધમૅ પામ્યાં

પૂ.શ્રીની ઉંમર 81 વષૅ અને સંયમ પયૉય 55 વર્ષનો હતો

રાજકોટ: રોયલ પાકૅ ,સી.એમ.શેઠ પૌષધશાળામાં ચાતુર્માસ બીરાજમાન ગમે ગોંડલ સંપ્રદાયના પ્રાણ પરિવારના સાધ્વી રત્ના સેવાભાવી પૂ.પ્રભાબાઈ મ.સ.તા.22/9/2020 ના બપોરે 3:05 કલાકે નમસ્કાર મહા મંત્રના સ્મરણ સાથે કાળધમૅ પામેલ છે.

સૌરાષ્ટ્રના સાવરકુંડલાની પાવન ભૂમિ ઉપર ધમૅ પરાયણ પિતા રૂગનાથભાઈ અને રત્નકુક્ષિણી માતુશ્રી શિવકુંવરબેન તેજાણીની કૂખે વિ.સં.2008,શ્રાવણ વદ પાંચમ ઈ.સ.1939 માં એક હળુ કર્મી  આત્માનું અવતરણ થયેલ.પરિવારજનો દ્રારા " પ્રભા " નામનું નામ આપવામાં આવ્યું. ચાર ભાઈઓ અને ચાર બહેનોના વિશાળ પરિવારમાં તેઓનો ઉછેર થયેલ.તેજાણી પરિવાર એટલે ધમૅના રંગે રંગાયેલો પરિવાર.દેવ,ગુરુ અને ધમૅ પ્રત્યે સમર્પિત પરિવાર.સાધુ - સાધ્વીજીની સેવા માટે તેજાણી પરિવાર ખડે પગે હાજર હોય.

સાવરકુંડલામાં વયોવૃદ્ધ પૂ.દેવકુંવરબાઈ મ.સ.,પૂ.ફૂલામ્ર ગુરુણી આદિ સંત - સતિજીઓનું વારંવાર આવાગમન રહેતું. પ્રભાબેન ખૂબ જ નાની વયે સામાયિક કંઠસ્થ કરી લીધેલ.એક વખત પૂ.પ્રાણગુરુનું સાવરકુંડલા ઉપાશ્રયમાં "સંસાર અસાર છે " એ વિષય ઉપર પ્રવચન હતું. પ્રવચન પછી પૂ. પ્રાણ ગુરુદેવે પૂછ્યુ કે બોલો પ્રભાબેન ! તમારે શું કરવું છે ? આ અસાર એવા સંસારમાં રહેવું છે કે પછી સંયમ માર્ગે શાશ્વત સુખ મેળવવા આવવું છે ? પ્રભાબેન પૂ.ગુરુદેવનો સંકેત સમજી ગયાં. તેઓએ તરત જ પ્રત્યુત્તર આપ્યો કે મારે પણ મારા બહેન પૂ.લીલમબાઈ મ.સ.ના માર્ગે જ જવું છે.* બસ,તેઓ વૈરાગ્યના રંગે રંગાઈ ગયાં.જ્ઞાનાભ્યાસમાં જોડાઈ ગયાં.

મનોજ ડેલીવાળાએ જણાવ્યું કે જન્મભૂમિ સાવરકુંડલાની ધન્ય ધરા ઉપર ચૈત્ર વદ,પાંચમ વિ.સં.2015 ના રોજ તપ સમ્રાટ પૂ.રતિલાલજી મ.સા.ના શ્રી મુખેથી કરેમિ ભંતેનો પાઠ ભણી સંયમ અંગીકાર કર્યો.પૂમુક્ત - લીલમ પરિવારમાં સ્વાધ્યાય અને સેવામાં સામેલ થઈ ગયાં.પૂ.પ્રભાબાઈ મ.સ.એટલે એકદમ ભદ્રિક આત્મા.સરળતા,નિખાલસતા ભારોભાર દેખાય.સેવા અને સ્વાધ્યમય જીવન હતું.પ્રભાબાઈ મહાસતિજી એટલે ભગવાન જેેવા ભોળા તેથી જ તેઓ  "પ્રભુજી "ના નામથી ઓળખાતા.

અત્રે ઉલ્લેખનીય છે કે પૂ.લીલમબાઈ મ.સ.એવમ્ પૂ.ઉષાબાઈ મ.સ. જેઓ પૂ.પ્રભાબાઈ મ.સ.ના પિતરાઈ બહેન થતાં.છેલ્લા થોડા સમયથી અશાતાનો ઉદય આવેલ.અશાતામાં પણ તેઓની સહનશીલતા અજોડ હતી.. તેઓએ સૌરાષ્ટ્ર, મહારાષ્ટ્ર સહિત અનેક ક્ષેત્રોમાં વિચરણ કરી સ્વ - પરના કલ્યાણમાં નિમિત્ત બન્યાં.

રાજકોટ ઐતિહાસિક સમુહ ચાતુર્માસમાં પૂ.પરમ સ્વ મિત્રાજી મ.સ. તથા પૂ.પરમ આરાધ્યાજી મ.સ.એ પૂ.પરમ ગુરુદેવ નમ્રમુનિ મ.સા.સમીપે દીક્ષા અંગીકાર કરેલ.સંયમ મહોત્સવના દરેક કાયૅક્રમમાં પૂ.પ્રભાબાઈ મ.સ.ડુંગર દરબારમાં ઉપસ્થિત રહી સંયમ માગૅની અનુમોદના કરી પ્રસન્નતા અનુભવતા.

ગોંડલ સંપ્રદાયના અગ્રણી પ્રવિણભાઈ કોઠારી,સી.એમ.શેઠ,ઈશ્વરભાઈ દોશી,સુરેશભાઈ કામદાર તથા દિલીપભાઈ પારેખે સંયુક્તપણે જણાવ્યું કે ગુરુણીમૈયા પૂ.પ્રભાબાઈ મહાસતિજી સેવા,સાધના અને સહનશીલતા સાથે શ્રેષ્ઠ જીવન જીવી ગયાં.

(4:30 pm IST)