Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd September 2020

રાજકોટમાં જ્ઞાતિવાઇઝ કોવીડ કેર સેન્ટર બનાવવા અંગે દરેક જ્ઞાતિ આગેવાનો સાથે મીટીંગઃ તમામ પોઝીટીવઃ હવે જવાબો આપશે

શીખ સમાજ-લોહાણા-બ્રહ્મ-રાજપૂત-સતવારા-વણીક સહિત કુલ ૧પ જેટલી જ્ઞાતિના આગેવાનો હાજર રહ્યા : એડી. કલેકટરે જણાવ્યું કે કોઇ જ્ઞાતિને ફોર્સ નથીઃ આ તો જે જ્ઞાતિ આગેવાનોને પોતાના સમાજ માટે વોલયન્ટરી કંઇક કરવુ હોય તેઓ લોકો અમને જણાવી શકે છે

રાજકોટ તા. રર :.. સુરતની જેમ રાજકોટમાં પણ વિવિધ જ્ઞાતિ આગેવાનો પોતાના જ્ઞાતિજનો માટે કોવીડ કેર સેન્ટર બનાવવા આગળ આવે તે સંદર્ભે ઇન્ચાર્જ કલેકટર શ્રી રાણાવસીયા અને એડી. કલેકટરશ્રી પરિમલ પંડયાએ ૧પ થી ર૦ જેટલા જ્ઞાતિના આગેવાનો સાથે આજે બપોરે ૧ર.૩૦ વાગ્યે મીટીંગ યોજી હતી.

એડી. કલેકટર અને કલેકટરે સુરતમાં મોટાપાયે વિવિધ જ્ઞાતિજનો દ્વારા મોટાપાયે આવી રીતે પોતાન જ્ઞાતીજનો માટે કોવીડ સેન્ટરો શરૂ કરાયા છે, તે દાખલો આપી રાજકોટમાં મીટીંગમાં ઉપસ્થિત શીખ - મુસ્લીમ - વણીક, બ્રહ્મ, સતવારા, રાજપૂત, લોહાણા સહિત ૧પ થી વધુ જ્ઞાતિ સમાજના પ્રતિનિધિઓ સાથે કોવીડ કેર સેન્ટર બનાવવા અંગે ચર્ચા કરી હતી.

મીટીંગ બાદ 'અકિલા' ને વિગતો આપતા એડી. કલેકટરશ્રી પરિમલ પંડયાએ ઉમેર્યુ હતું કે, દરેક જ્ઞાતિના આગેવાનો પોઝીટીવ છે, અને ર થી ૩ દિવસમાં વાડી કે હોલમાં કોવીડ કેર સેન્ટર બનાવવા અંગે જવાબો આપશે.

શ્રી પંડયાએ જણાવેલ કે અમે મીટીંગમાં દરેક જ્ઞાતિ આગેવાનોને જણાવ્યું છે કે આવુ કોવીડ કેર સેન્ટર બનાવવુ ફરજીયાત નથી,કોઇ ફોર્સ નથી, આ તો પોતાના જ્ઞાતિજનો માટે આવુ જે કોઇ વોલયન્ટરી કરવા પોતાના જ્ઞાતિજનો માટે આવુ જે કોઇ વોલયન્ટરી કરવા માંગતા હોય તો તેઓ આગળ આવી શકે છે, હાલ રાજકોટમાં પ્રજાપતિ જ્ઞાતિ આગેવાનો દ્વારા કોવીડ કેર સેન્ટર ચાલુ કરાયું છે, મીટીંગમાં  કોઇ જ્ઞાતિ આગેવાનોઓએ આ બાબતે કોઇ વિરોધ કર્યો ન હતો.

(4:01 pm IST)