Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd September 2020

વિપક્ષી નેતાએ કાચુ કાપ્યુ : મ.ન.પા.ની જવાબદારી નથી તેવા કાર્યક્રમમાં જાણ્યા-જોયા વગર કુદયા : બિનાબેન આચાર્ય

રાજકોટ, તા. રર :  વિપક્ષી નેતા વશરામભાઇ સાગઠિયાએ આજે કોરોના સામે જનજાગૃતિ માટેનાં રંગલો-રંગલી નૃત્ય નાટિકાના સરકારનાં રથને લીલીઝંડી આપી પ્રારંભ કરાવ્યો હતો અને આ કાર્યક્રમમાં શાસકો ફરકયા નહીં તેવા આક્ષેપો કર્યા છે ત્યારે આ બાબતે મેયર બીનાબેન આચાર્યએ સ્પષ્ટતા કરી હતી કે વિપક્ષી નેતા વશરામભાઇ જાણ્યા જોયા વગર આ કાર્યક્રમમાં કુદી પડયા હોય તેવું લાગે છે. કેમકે મ.ન.પા. તંત્રને આવા રંગલા-રંગલીના રથની કોઇ જવાબદારી જ સરકારે સોંપી નથી આથી આ કાર્યક્રમમાં કોઇ હાજર ન હોય તે સ્વાભાવિક છે. કોર્પોરેશન કચેરીએ કોઇ અન્ય કારણસર આ રથ આવ્યો અને વિપક્ષી નેતા પુરી વિગત જાણ્યા વગર આ રથને પ્રસ્થાન કરાવી દીધું તેમ મેયરશ્રીએ આ તકે જણાવ્યું હતું.

(3:59 pm IST)