Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd September 2020

રાજકોટ-ગોંડલ હાઇવેનો સર્વિસ રોડ અત્યંત જર્જરીતઃ રિપેરીંગ કરવા માંગ

શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ એસો. દ્વારા હાઇવે ઓથોરીટીમાં રજૂઆતઃ રીપેરીંગ ન થાય તો ટોલટેક્ષ નહી ભરવા ચિમકી

રાજકોટ તા. રર :.. અહીંના રાજકોટથી ગોંડલ સુધીનાં નેશનલ હાઇવેન સર્વિસ રોડ અત્યંત જર્જરીત થઇ ગયો હોઇ. આ રોડનું તાત્કાલીક સમારકામ કરાવવા શાપર - વેરાવળ ઇન્ડસ્ટ્રીઝ એસો. દ્વારા નેશનલ હાઇવે ઓથોરીટીને  રજૂઆત કરાઇ છે.

આ રજૂઆતમાં જણાવાયુ છે કે ક્રિષ્ના પાર્ક ગોંડલ ચોકડીથી શાપર-વેરાવળ ર૦ મીનીટનો રસ્તો છે રોડમાં પડેલ ખાડાને કારણે એક કલાકથી પણ વધુ સમય થાય છે. ક્રિષ્ના પાર્ક ગોંડલ ચોકડી પારડી અંડરબ્રીજ ઉતરતાં તેમજ શાપર-વેરાવળ ઓવરબ્રીજ પાસે તેમજ બંને સર્વિસ રોડ ઉપર ખૂબ જ મોટા ખાડા પડેલ છે અને વાહન ચલાવવામાં ખૂબ જ મુશ્કેલી પડે છે અને ટ્રાફીકમાં અડચણ ઉભી થવાથી અકસ્માતનો ભય રહે છે.

ઉપરાંત રાજકોટથી હડમતાળા પહોંચતા દોઢથી બે કલાક થાય છે રોડ સારા ન હોવા છતાં ભરૂડી ટોલનાકે ટોલટેકસ લેવામાં આવે છે જો આ રોડમાં પડેલ ખાડા અંગે સત્વરે યોગ્ય ન થાય તો ટોલટેકસ આપવાનું બંધ કરવાની ફરજ પડશે. તેવી ચિમકી રજૂઆતનાં અંતે ઉચ્ચારી છે.

(3:56 pm IST)