Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd September 2020

ગોડસન એન્જીનીયરીંગ કોર્પોરેશનના પ્રોપરાઇટર સામે ચેક રિટર્નની ફરિયાદ

રાજકોટ,તા. ૨૨: ગોડસન એન્જીનીપરીંગ કોર્પોરેશનના પી.એ. હોલ્ટર /ઓથોરાઇઝડ પર્સન /પ્રોપાઇટર તરીકે આરોપીઓ પારસ ઇશ્વરલાલ વાઘેલા વિગેરે સામે ચેક રિટર્ન ફરીયાદ થયેલ છે.

ફરીયાદના અનુસંધાને આરોપીઓ પારસ ઇશ્વરલાલ વાઘેલા જે ગોડસન એન્જીનીયપરીંગ કોર્પોરેશન પી.એ.હોલ્ડર/ ઓથોરાઇઝઢ પર્સન /પ્રોપાઇટર છે. અને ફરીયાદી કંપની શ્રી સીમંધર મલ્ટી ટ્રેડ અને સર્વીસ પ્રા.લી. અને ફરીયાદી ડાયરેકટરો જે ખૂબ જ જુની સારી શાખ ધરાવે છે. ફરીયાદી કંપનીને 'કેન મેકીંગ પ્લાન્ટ' મશીન એક્ષપોર્ટ કરવાનું હોય. આરોપીઓ પારસ ઇશ્વરલાલ વાઘેલા, ગોડસન એન્જીનીયરીંગ કોર્પોરેશન વિગેરે ફરીયાદી કંપનીના ઇન્વોઇસના ટ્રમ્સ એન્ડ કન્ડીશન મુજબ ફરીયાદી કંપનીએ કુલ રકમ રૂ. ૨૧,૩૦,૦૦૦ (અંકે એકવીસ લાખ ત્રીસ હજાર પુરા) આરોપી ગોડસન એન્જીનીપરીંગ કોર્પોરેશન ચુકવેલ પરંતુ આ આરોપીઓએ ફરીયાદી કંપની સાથે થયેલ ટ્રમ્સ એન્ડ કન્ડીશન મુજબ તે સદરહું 'કેન મેકીંગ પ્લાન્ટ' મશીન આપેલ નહીં.

ફરીયાદી કંપનીએ તે સદરહું પરર્ફોમા ઇન્વોઇસ મુજબ આપેલ કાયદેસરની રકમ પરત ચુકવવાના હેતુથી આરોપી નં. ૧ પારસ ઇશ્વરલાલ વાઘેલાએ ફરીયાદી કંપનીને 'ગોડસન એન્જીનીપરીંગ કોર્પોરેશન' ના પી.એ. હોલ્ડર /ઓર્થોરાઇઝડ પર્સન/પ્રોપાઇટર તરીકે બેંક ઓફ બરોડા, મવડી પ્લોટ શાખા, રાજકોટની બેંક ખાતાનો ચેક રકમ રૂ. ૨૧,૩૦,૦૦૦ (અંકે એકવીસ લાખ ત્રીસ હજાર પુરા)નો ચેક આપેલ તે સદરહું ચેક ફરીયાદી કંપનીએ પોતાનસ બેંકના ખાતામાં નાખતાં તે સદરહું ચેક 'પેમેન્ટ સ્ટોપ બાય ડ્રોઅર'નાં શેરા સાથે પરત ફરેલ હતો. ત્યારબાદ આરોપીઓને એડવોકેટ મારફત લીગલ નોટીસ રજી.એ.ડી. મારફત મોકલેલ પરંતુ આરોપીઓએ તે સદરહું લીગલ નોટીસનો જવાબ ન આપતા આ કામમાં ફરીયાદી કંપ્નીએ 'ધી નેગો. ઇન્સ્ટ્રુમેન્ટ એકટ' ની જોગવાઇઓ હેઠળ ફોજદારી/ ક્રીમીનલ ફરીયાદી રાજકોટના એડી. ચીફ/ જયુ. મેજી. (ફ.ક) સાહેબની કોર્ટ સમક્ષ આરોપીઓ સામે દાખલ કરેલ છે.

સદરહું ફોજદારી આરોપીઓ સામે ફોજદારી કેસ રજીર્સ્ટડ થયેલ છે. આ સદરહું ફોજદારી કેસમાં એડવોકેટશ્રી કમલેશ એન. ઠાકર અને કેતનકુમાર કે.નાયક રોકાયેલ છે.

(3:54 pm IST)