Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd September 2020

નર્સિંગની પરિક્ષામાં રાહુલ રાઠોડ નાપાસ, પણ કોવિડમાં સેવા કરવામાં સદાય અગ્રેસર

રાજકોટ : આડોશી પાડોશી અને સગા સંબંધીના એક કોલ પર નાદુરસ્ત દર્દીઓની સારવાર કરવા દોડી જતો પરોપકારી રાહુલ નર્સિંગના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરે છે.થિયરીમાં વીક પણ પ્રેકટીલમાં માસ્ટરરાહુલ નર્સિંગની પરીક્ષામાં તો નાપાસ થયો હતો,પરંતુ પિતાના પગલે રાહુલની સિવિલના દર્દીઓની સારવાર કરવાની તીવ્ર ઈચ્છા પુરી થઈ જયારે રાજય સરકારે છેલ્લા વર્ષના વિદ્યાર્થીઓને પણકોવીડના દર્દીઓની સારવારમાં જોડવા સહમતી આપી.

કહેવાય છે કે મોરના ઈંડાને ચીતરવા ના પડે,આ ઉકિત સાચી પડે છે રાહુલના કીસ્સામાં. રાહુલના પિતાજગદીશભાઈરાઠોડ પણ રાજકોટ સિવિલમાં નસિંગની કામગીરી સુપેરે બજાવે છે.પિતાના પગલે રાહુલ પણ દર્દીઓની સારવારને જ કર્મ એ જ ધર્મ ગણી નર્સિંગના અભ્યાસમાં જોડાયો. ઘરની પરિસ્થિતિ અને અન્ય કારણોસર રાહુલ છેલ્લા વર્ષની પરીક્ષા પાસ કરી શકયો નહી. પણ દર્દીઓની સારવારનો સ્વભાવ અને સંસ્કાર વારસામા મળેલા હોઈ દવાખાને નહિ તો કઈ નહિ,કોઈને મદદની જરૂર પડે કે તુરંત જ ૧૦૮ ની જેમ મદદ કરવા પહોંચી જાય.

સિવિલ ખાતે કોરોનાના દર્દીઓની સારસંભાળ કરવાની જવાબદારીને રાહુલે ઈશ્વરનો સાદ માની રાતદિવસ એક કરી દર્દીઓની સારવારમાં મંડી પડ્યો. કોરોનાના દર્દીઓની સારવાર કરવાનું પેશન રાહુલમાં ભરીભરીને છે. રાહુલ કહે છે કે અન્ય લોકો કોરોનાના દર્દીઓની પાસે જતા ડરે ત્યારે મેં સ્ટુડન્ટ હોવા છતાં પેશન્ટ પાસે જવા અને સારવાર કરવા ઉપરી અધિકારીઓને વિનંતી કરેલી. મને બે દિવસની નાઈટ ડ્યુટી બાદ બ્રેક મળે તો પણ હું રજા લીધા વગર ફરી નાઈટ ડ્યુટી માટે વિનંતી કરૃં.

દર્દીઓને માત્ર દવા અને ઇન્જેકશન જ નહિ પરંતુ દર્દીઓને જે પણ મદદની જરૂર હોઈ તે કરવા હંમેશા ખુશી થતી હોવાનું રાહુલ જણાવે છે. અભ્યાસ દરમિયાન પરીક્ષામાં નાપાસ થતા મુશ્કેલી અનેહતાશા આવી પણ દર્દીઓની સારવારે રાહુલને બધું જ ભુલાવીતેની જીંદગીમાં પૂનઃ ઉત્સાહ અને ઉમંગનો ઉજાસ પાથરી દીધો છે.

(3:17 pm IST)