Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd September 2020

વળતરના કેસોમાં વિમા કંપનીને ઇ-મઇલ દ્વારા નોટીસ પાઠવવી જોઇએ : રાજેશ મહેતા

ગુજરાત હાઇકોર્ટને પત્ર પાઠવતા કલેઇમ બારના પ્રમુખનું સુચન

રાજકોટ, તા. રર :  રાજકોટ એકસીડન્ટ કલેઇમ ટ્રીબ્યુનલ પ્રેકટીશનર ના પ્રમુખશ્રીની યાદી જણાવે છે કે, વાહન અકસ્માતમાં ગુજરનારના વારસો તથા ઇજા પામનાર દ્વારા વળતર અરજી ટ્રીબ્યુનલમાં દાખલ કરવામાં આવે છે. તેમાં નીચે મુજબની અરજદારના વકીલશ્રીને પડતી મુશ્કેલી અંગે જણાવવાનું કે હાલમાં ગુજરાત હાઇકોર્ટની ગાઇડ લાઇન મુજબ વળતર ના કેસો મોટર એકસીડન્ટ ટ્રીબ્યુનલમાં ગુજરાતની અંદર તમામ કોર્ટો વળતર ના કેસો દાખલ કરવામાં આવે છે તે એક સારી બાબત છે.

પરંતુ સદરહું વળતર અરજીની નોટીસો આ કામના સામાવળા જેવા કે માલીક તથા વિમા કંપનીને બજાવવાની પ્રોસેસ થતી નથી. જે અંગે નમૂ વિનંતી કે હાલના સંજોગોમાં કોરોના મહામારીના કારણે કોર્ટો ચાલુ ન થાય ત્યાં સુધી કેસો પેન્ડીંગ રહેશે. જે કેસોમાં ગુજરનારના વારસો તથા ઇજા પામનારો લોકઅદાલતના માધ્યમ દ્વારા સમાધાન કરવા ઇચ્છુક છે તે કેસો  વિમા કંપનીમાં નોટીસ ન બજવાના કારણે સમાધાન થઇ શકતા નથી. તેમજ વિમા કંપનીમાં નોટીસ ન મળવાના કારણે તે વિમા કંપનીઓ પણ સમાધાન કરી શકતા નથી. જેથી ગુજરાત રાજયની તમામ કોર્ટોમાં જે વર્ચ્યુઅલ હીયરીંગ થાય છે તેમ M.A.C.TRIBUNAL દ્વારા વિમા કંપનીના ઇમેઇલ એડ્રેસ ઉપર નોટીસ પાઠવવામાં આવે તો તે વિમા કંપની તરફથી કલેઇમ કેસની નોંધ તેઓના રજીસ્ટરમાં થઇ શકે તથા પોલીસી કન્ફર્મ થઇ શકે તેમજ વકિલશ્રીની નિમણુંક થઇ શકે તે માટે વિમા કંપનીઓને ઇમેઇલ માધ્યમથી નોટીસ મોકલવા યોગ્ય કરશો જેથી વધુમાં વધુ કેસો નિકાલ થઇ શકે તેમ વળતર અરજી કરનારાઓ જેવા કે ગુજરનારના વારસો તથા ઇજા પામનારોને ઝડપ ન્યાય મળી શકે તેમ ગુજરાત હાઇકોર્ટને કલેઇમ બારના પ્રમુખ રાજેશ આર. મહેતાએ પત્ર પાઠવીને જણાવેલ છે.

(3:13 pm IST)