Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd September 2020

૮૦ હજારના લાંચ કેસમાં પોલીસ કર્મચારી અને તેના મિત્રની જામીન અરજી મંજુર

રાજકોટ,તા.૨૨ : રાજકોટના ભકિતનગર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબીશનના ગુન્હાના કામે પકડાયેલ આરોપીને માર નહી મારવા અને હેરાન નહી કરવાના અવેજ પેટે રૂ. ૮૦,૦૦૦ની લાંચની માંગણી કરવાના ગન્હામાં પકડાયેલ પોલીસકર્મી મેહુલ માવજીભાઈ ડાંગર તથા તેના મિત્ર ધર્મેશ રૂપસીંગ બારડના જામીન સેશન્સ કોર્ટ દૂમારા મંજુર કરવામાં આવેલ છે.

આ કેસની હકીકત એવી છે કે, રાજકોટના એક જાગુત નાગરીકે પોતાનો મિત્ર ભકિતનગર પોલીસ સ્ટેશનમાં નાંધાયેલ ઈંગ્લીશ દારૂના કેસમાં આરોપી તરીકે સંડોવાયેલ હોય તેને માર નહી મારવાના અને હેરાન નહી કરવાના અવેજ પેટે રાજકોટ ભકિતનગર પોલીસ સ્ટેશનમાં લોકરક્ષક તરીકે ફરજ બજાવતા મેહુલ માવજીભાઈ ડાંગરે રૂ. ૧,૦૦,૦૦૦/- ની માંગણી કરી રકજકના અંતે રૂ. ૮૦,૦૦૦/- નકકી કરેલ જે વાતચીતને રેકોર્ડિંગ ફરીયાદી તથા તેના મિત્રએ પોતાના ફોનમાં કરી લીધેલ અને લોકરક્ષક મેહલના સાથીદાર ધર્મેશ બારડે જો લાંચની રકમ મેહલને નહીં આપે તો પાસાની કાર્યવાહી થશે તેવી ધમકીઓ આપી ફરીયાદીને લાંચની રકમ આપવા મજબૂર કરેલ હતા. જે રકમ આપતા સમયે સુરેન્દ્રનગર એ.સી.બી.ની ટીમે કાયદા મુજબનું છટકુ ગોઠવી બનાવ સ્થળેથી આરોપી મેહુલ ડાંગરને પકડી લીધેલ હતો અને અન્ય આરોપી ધર્મેશ બારડ રેઈડ સમયે પોલીસના હાથમાં આવેલ ન હતો પરંતુ થોડા દિવસો બાદ ધર્મેશ સામેથી પોલીસ સ્ટેશનમાં હાજર થતાં પોલીસે તેની અટક કરી બન્ને આરોપીઓને જેલ હવાલે કરેલ હતા.

બન્ને આરોપીઓને કસ્ટડીમાં લેવાતા આરોપીઓએ તેમના એડવોકેટ તુષાર ગોકાણી મારફતે સેશન્સ અદાલતમાં જામીન અરજી કરેલ હતી 

બંન્ને પક્ષકારોની દલીલોના અંતે અદાલતે આરોપી પક્ષની દીલો સાથે સહમતી દર્શાવી નોંઘ્યુ હતુ કે, કોઈપણ આરોપી લાંચની રકમ સ્વીકારેલ હોય કે તેઓની પાસેથી કોઈ રીકવર થયેલ હોય તેવં પોલીસ પેપર પરથી ફલીત થતુ નથી અને જયારે આરોપીની કસ્ટોડીયલ ઈન્ટ્રોગેશન પૂર્ણ થઈ ગયેલ હોય ત્યારે વિશેષ સમય કસ્ટડીમાં રાખવા ન્યાયોચિત નથી તેમ ઠરાવી બંને આરોપીઓને એ.સી.બી. પોલીસ સ્ટેશનમાં નિતયમીત હાજરી પરવાની શરતે જામીન મુકત કરવા આદેશ કરેલ હતો.

આ કામમાં બન્ને આરોપીઓ વતી જાણીતા એડવોકેટ  તુષાર ગોકાણી, રીપન ગોકાણી, કેવલ પટેલ, ગૌરાંગ ગોકાણી, હાર્દિક શેઠ, અંશ ભારદ્વાજ, ક્રિષ્ના ગોર, હર્ષ ભીમાણી, જશપાલસિંહ જાડેજા રોકાયેલ હતા.

(3:05 pm IST)
  • કાલે નરેન્દ્રભાઇ કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત સાત રાજયોના મુખ્યમંત્રી સાથે વર્ચ્યુઅલ મીટિંગ કરશે : આ મીટિંગમાં મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, કર્ણાટક, ઉત્તરપ્રદેશ, તામિલનાડુ, દિલ્હી અને પંજાબના મુખ્યમંત્રીઓ રહેશે હાજર access_time 3:05 pm IST

  • ચીનમાં માનવ અધિકારની ઐસી કઈ તૈસી : જિનપીંગને જોકર કહેનાર રિયલ એસ્ટેટના માંધાતાને અઢાર વર્ષની જેલ સજા :ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને 'શી જોકર' અને શી જિનપિંગે લીધેલા કોરોના સામેના પગલાઓની આકરી ઝાટકણી કાઢનાર, ચીનના રિયલ એસ્ટેટના બાદશાહ ગણાતા રેન શીકવીઆંગને અઢાર વર્ષની જેલ સજા ફટકારવામાં આવી છે. તેમના ઉપર ભ્રષ્ટાચારના આરોપો મુકવામાં આવ્યા હતા. access_time 3:54 pm IST

  • અત્યારે મોડી રાત્રે પોણા અગિયાર વાગ્યે સૌરાષ્ટ્રના ઓખા દ્વારકા પોરબંદર જામનગર ના દરિયા કાંઠે જબ્બર વાદળા છવાયા છે સાથોસાથ સુરત સહિત દક્ષિણ ગુજરાત ઉપર પણ વાદળોના ગંજ ખડકાયા છે. ભારે બફારા પછી રાત્રે સુરતમાં જોરદાર વરસાદ પડ્યાનું કુશલ ઠક્કરે જણાવ્યું છે. access_time 11:51 pm IST