Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd September 2020

ગુજરાત હાઉસીંગના કવાર્ટર પાસેથી દારૂની ૭ર બોટલ ભરેલી કાર કબ્જે

થોરાળા પોલીસ મથકના કોન્સ. વિજયભાઇ, નરસંગભાઇ અને રમેશભાઇની બાતમીઃ બુટલેગરની શોધખોળ

રાજકોટ, તા., રર :  દૂધ સાગર રોડ પર ગુજરાત હાઉસીંગ બોર્ડના કવાર્ટર પાસે થોરાળા પોલીસે બાતમીના  આધારે  દરોડો પાડી વિદેશી દારૂની ૭ર બોટલ ભરેલી વર્ના કાર કબ્જે કરી બુટલેગરની શોધખોળ આદરી છે.

મળતી વિગત મુજબ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ તથા જેસીપી ખુરશીદ અહેમદની સુચનાથી થોરાળા પોલીસ મથકના પીઆઇ જી. એમ. હડીયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ જી. એસ. ગઢવી, હેડ કોન્સ. ભુપતભાઇ વાસાણી, આનંદભાઇ પરમાર, નરશંગભાઇ ગઢવી, કનુભાઇ ઘેડ, વિજયભાઇ મેતા, જયદીપભાઇ ધોળકીયા, સહદેવસિંહ જાડેજા, યુવરાજસિંહ  તથા રમેશભાઇ સહિતે ગુજરાત હાઉસીંગ બોર્ડ કવાર્ટર પાસે જય ભવાની સર્વિસ સ્ટેશન પાસેથી એક જીજે-૧૭-સી-૯૮૭૩ નંબરની વર્ના કારની તલાસી લેતા તેમાંથી રૂ. ૩૬૦૦૦ ની કિંમતની દારૂની ૭ર બોટલ મળી આવતા પોલીસે દારૂનો જથ્થા અને કાર મળી રૂ. ૧,ર૦,૦૦૦ નો મુદામાલ કબ્જે કરી બુટલેગરની શોધખોળ હાથ ધરી છે.

(3:04 pm IST)