Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd September 2020

જય પ્રકાશનગરમાં હારૂન સોરાના મકાનમાં ચાલતા જુગારધામ પર ક્રાઇમ બ્રાંચનો દરોડો : ૧પ ઝડપાયા

ક્રાઇમ બ્રાંચના હેડ કોન્સ. મોહસીનખાન અને મહેશભાઇ મંઢની બાતમી : તમામ સામે જાહેરનામા ભંગની પણ કાર્યવાહી કરાઇ

રાજકોટ, તા. રર :  શહેરના ભગવતીપરા મેઇન રોડ પર જય પ્રકાશનગરમાં જુગારધામ ચાલતુ હોવાની બાતમીના આધારે ક્રાઇમ બ્રાંચની ટીમે મકાનમાં દરોડો પાડી ૧પ શખ્સોને પકડી લીધા હતા.

મળતી વિગત મુજબ ભગવતીપરા મેઇન રોડ પર જયપ્રકાશનગર શેરી નં. ૧૩/૮માં રહેતા હારૂન સોરાના મકાનમાં જુગારધામ ચાલતુ હોવાથી ક્રાઇમ બ્રાંચના હેડકોન્સ મોહસીનખાન મલેક અને કોન્સ. મહેશભાઇ મંઢને મળેલી બાતમીના આધારે પી.આઇ. વી.કે. ગઢવીના માર્ગદર્શન હેઠળ પી.એસ. આઇ.એસ.વી. સાખરા હેડ કોન્સ.  ધીરેનભાઇ માલકીયા, મહોસીનખાન, મહેશભાઇ મંઢ, હીરેનભાઇ સોલંકી, દીપકભાઇ ડાંગર, સંજયભાઇ ચાવડા, યોગીરાજસિંહ જાડેજા, કિરતસિંહ ઝાલા, જયપાલસિંહ ઝાલા સહિતે જયપ્રકારનગર શેરી નં. ૧૩/૧માં મકાનમાં દરોડો પાડી જુગાર રમતા મકાન માલીક હારૂન કાસમભાઇ સોરા (ઉ.વ.૪પ), કાલાવડના કૈલાશનગરના ગૌતમ કાનજીભાઇ સાગઠીયા (ઉ.વ.૩૯), કાલાવડ બસ સ્ટેન્ડ પાછળ હારૂન જુસબભાઇ મેમણ (ઉ.વ.૪૯), મોટામવા લક્ષ્મીના ઢેરે રહેતા  દિનેશ સુરેશભાઇ બગડા (ઉ.વ.૪પ), હંસરાજનગર શેરી નં.૩ના કિશોર મધુમલભાઇ ટીલવાણી (ઉ.વ.૬૩), કાલાવડના ઇમરાન સુલેમાનભાઇ બાનાણી (ઉ.વ.૩પ), ભગવતીપરા શેરી નં. ૧૦ના  જમાલ કાસમભાઇ અભેસોરા (ઉ.વ.૩પ), જામકંડોરણાના ચીત્રાવડના વિનોદ પરબતભાઇ મહિડા (ઉ.વ.૩૦), નાનામૌવા ચોકડી આર.એમ. સી. કવાર્ટર બ્લોક નં. ૧૩ કવાર્ટરનં. ૬૪૯ના રમઝાન હસનભાઇ ઠેબા (ઉ.વ.૪૦), કાલાવડના રાજસ્થાનના મુકેશ રામજીભાઇ મુછડીયા (ઉ.વ.૪૦), કાલાવડ માછેડા સોસાયટીના દુદા કુંભાભાઇ સોંદરવા (ઉ.વ.૩૭), રૈયા ચોકડી મીરાનગરના રઝાક શમશુદ્દીનભાઇ આંજવાણી (ઉ.વ.૬૦), વાવડી રોડ આંબેડકર કોલોનીના રાજેશ પાલાભાઇ ચંદ્રપાલ (ઉ.વ.૪ર), રમેશ બાબુભાઇ શુકલ (ઉ.વ.૪પ) અને કાલાવડના કુંભનાથપરાના બોદુ હસનભાઇ થુરીકાર (ઉ.વ.૩ર)ને પકડી લઇ  રૂ. ૭૭,પ૦૦ ની રોકડ સહિતની મતા કબ્જે કરી હતી અને પોલીસે તમામ સામે જાહેરનામા ભંગની પણ કાર્યવાહી કરી હતી.

(3:03 pm IST)
  • સહકારી બેન્કો હવે રીઝર્વ બેન્કના પંજામાં : ખરડો પસાર :સહકારી બેન્કો હવે રીઝર્વ બેન્કના ભરડામાં : રિઝર્વ બેન્કની નજર હેઠળ સહકારી બેન્કોને આવરી લેતા ખરડાને રાજયસભામાં મંજૂરી આપવામાં આવી છે. આ ખરડાનો હેતુ બેન્કમાં ખાતાધારકોના હિતોની રક્ષા કરવાનું છે. આ વિધેયકને રાજયસભામાં ધ્વનીમતથી પસાર કરવામાં આવેલ. લોકસભામાં ૧૬ સપ્ટેમ્બરે આ ખરડો પસાર થઈ ગયો હતો. હવે આ ખરડો કાનુન બન્યા પછી જાહેરનામાની જગ્યા લેશે. રીઝર્વ બેન્કના માધ્યમથી સહકારી બેન્કો સહિત સમગ્ર બેન્કીંગ વ્યવસ્થાને સુવ્યવસ્થિત કરવાનો હેતુ છે access_time 3:53 pm IST

  • ભયજનક !! : સીબીઆઇ દ્વારા તાજેતરમાં એકત્રિત કરવામાં આવેલા ડેટા મુજબ, ભારતમાં ઓછામાં ઓછી 31 લાખ NGO છે : જે શાળાઓની સંખ્યા કરતાં બમણાથી વધુ અને સરકારી હોસ્પિટલોની સંખ્યાના 250 ગણી થાય છે : ગહબની વાત તો એ છે કે તેમાંથી મોટાભાગના NGO એ ઇન્કમટેક્સ રીટર્ન ભર્યું નથી અથવા બેલેન્સશીટ પણ તૈયાર કરી નથી access_time 10:41 pm IST

  • વડોદરામાં વાઘોડિયા રોડ પાસેના વૈકુંઠ એપાર્ટમેન્ટમાં લિફ્ટ રિપેર કરનારા મિકેનિકનું લિફ્ટ અચાનક શરૂ થતાં દબાઇ જતાં મૃત્યુ access_time 10:40 pm IST