Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd September 2020

નરેન્દ્રભાઇ મોદીની જીવનયાત્રા પર પ્રદર્શની - સ્લાઇડ શો

રાજકોટ : દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના જન્મ દિવસ અંતર્ગત શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના માર્ગદર્શન હેઠળ તમામ વોર્ડમાં સેવા સપ્તાહની ઉજવણી થઇ રહી છે. તેનું સમાપન ભાજપ કાર્યાલય ખાતે નરેન્દ્રભાઇના જીવન કવન આધારીત એક પ્રદર્શની સ્લાઇડ શો સાથે કરવામાં આવ્યુ હતુ. નરેન્દ્રભાઇના નેતૃત્વમાં ભારત કઇ રીતે વિશ્વમાં શકિતશાળી તરીકે ઉભરી આવ્યુ તે સહીતની વાતો અહીં વીઝીયુઅલ માધ્યમથી રજુ થઇ હતી. આ તકે દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડ, રાજુભાઇ બોરીચા, અરવિંદ રૈયાણી, ભાનુબેન બાબરીયા, કેતન પટેલ, કિવ્રમ પુજારા, અનિલભાઇ પારેખ, હરેશભાઇ જોષી, અશ્વિન મોલીયા, દલસુખ જાગાણી, પુષ્કરભાઇ પટેલ, નિતીન ભૂત, જયંતભાઇ ઠાકર, પ્રવિણભાઇ ડોડીયા, ભરતભાઇ સોલંકી, રાજન ઠકકર, ચેતન રાવલ, પી. નલારીયન, વિજય મેર સહીતના ઉપસ્થિત રહ્યા હતા. પ્રદર્શની-સ્લાઇડ શો ની વ્યવસ્થા નિશ્ચલ જોષી, રવિ જોષી, રાજ જગતસિંહ, કેતનભાઇ સંઘવી, અજયભાઇ જાદવ, પ્રફુલભાઇ રાઠોડ, ખુમાન મોનરિક, બ્રીજેશ પટેલ, ધર્મેશ મકવાણા, ખીમજીભાઇ સાદકાએ સંભાળી હતી.

(3:01 pm IST)