Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd September 2020

વોર્ડ નં. ૧૦ માં કોંગ્રેસ ઓબીસી ડીપાર્ટમેન્ટમાં નિમણુંકો

મહાનગરપાલિકાના વોર્ડ નં. ૧૦ ના ઓબીસી ડિપાર્ટમેન્ટના કોંગ્રેસના પ્રમુખ તરીકે શ્રી મનિષભાઇ મકવાણા (ભોલાભાઇ) ઉપ પ્રમુખમાં ગૌરાંગભાઇ જેઠવા અને મહામંત્રી તરીકે મિહિરભાઇ વાળાની નિમણુંક કરવામાં આવી છે. આ પ્રસંગે શહેર કોંગ્રેસ ઓબીસી ડિપાર્ટમેન્ટના પ્રમુખ રાજેશભાઇ આમરણીયા અને ઉપ પ્રમુખ નરેશભાઇ ગઢવી, કોર્પોરેટર મનસુખભાઇ કાલરીયા, મહામંત્રી દેવેન્દ્રસિંહ ગોહેલ, વોર્ડ પ્રમુખ દિનેશભાઇ પટોડિયા, નિલેશભાઇ વિરાણી માજી પ્રમુખ જગદિશભાઇ ડોડિયા અને શહેર સોશિયલ મિડીયાના પ્રમુખ અંકુરભાઇ માવાણી વગેરે ઉપસ્થિત રહ્યા હતાં.

(3:00 pm IST)