Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd September 2020

એક લગ્ન ચાલુ હોવા છતાં પતિએ બીજા લગ્ન કરી લીધાની યોગીતાબેન ગીણોયાની ફરિયાદ

હાલ રેલનગરમાં રહેતાં મહિલાએ કાલાવડના બામણગામે રહેતાં પતિ નિલેષ ગીણોયા, સાસુ, સસરા અને જેઠ વિરૂધ્ધ ફરિયાદ કરી

રાજકોટ તા. ૨૨: હાલ રેલનગરમાં રહેતાં પટેલ પરિણીતાએ કાલાવડના બામણ ગામમાં રહેતાં પતિ-સાસરિયા વિરૂધ્ધ ત્રાસની ફરિયાદ નોંધાવી છે. તેમજ પોતાનું લગ્ન જીવન ચાલુ હોવા છતાં પતિએ બીજા લગ્ન કરી લીધાનું ફરિયાદમાં જણાવ્યું છે.

મહિલા પોલીસે આ અંગે રેલનગર શિવાલીક ચોક મેપનવૂડન બ્લોક નં. ૧૬-બીમાં રહેતાં યોગીતાબેન નિલેષભાઇ ગીણોયા (પટેલ) (ઉ.વ.૩૮)ની ફરિયાદ પરથી કાલાવડના બામણ ગામમાં બસ સ્ટેશન પાસે રહેતાંતેણીના પતિ નિલેષ જેન્તીભાઇ ગિણોયા, સાસુ ચંપાબેન, સસરા જેન્તીભાઇ ગીરધરભાઇ ગીણોયા તથા જેઠ અલ્પેશભાઇ જેન્તીભાઇ ગીણોયા સામે આઇપીસી ૪૯૮ (ક), ૪૯૪, ૩૨૩, ૫૦૪, ૫૦૬ (૨), ૧૧૪ મુજબ ગુનો નોંધ્યો છે.

યોગીતાબેને ફરિયાદમાં જણાવ્યું છે કે પતિ-સાસુ-સસરા અને જેઠે એકસંપક કરી લગ્ન જીવન દરમિયાન નાની-નાની વાતે મારકુટ કરી ગાળો દઇ ધમકી આપી ત્રાસ ગુજાર્યો હતો. હાલમાં તેનું લગ્નજીવન ચાલુ હોવા છતાં પતિએ બીજા લગ્ન કરી લીધા છે. આ અંગે પીઆઇ એસ. આર. પટેલની રાહબરીમાં એએઅસાઇ વી. જી. બોરીચાએ વિશેષ તપાસ હાથ ધરી છે.

(12:50 pm IST)
  • રાજ્યસભાના સાંસદોના ધરણાં ખતમ : વિરોધ પક્ષો સંસદનો બહિષ્કાર કરશે : જ્યાં સુધી 8 સભ્યોનું સસ્પેન્સન ચાલુ રહેશે ત્યાં સુધી વિરોધ પક્ષો સંસદમાં હાજરી નહીં આપે : વિરોધ પક્ષના નેતા ગુલામ અબી આઝાદની ઘોષણાં access_time 11:56 am IST

  • ચાઈના : બેઇજિંગના બે જિલ્લામાં ઢગલાબંધ પ્રચંડ વિસ્ફોટ : ૧૦૦ ફાયર ફાઈટર સ્થળ ઉપર : ચીનની રાજધાની બેઇજિંગના બે જિલ્લામાં સંખ્યાબંધ વિસ્ફોટો થયાના અહેવાલ મળે છે. એનટીડી ના અહેવાલ મુજબ વિસ્ફોટના સ્થળ ઉપર ૧૦૦ થી વધુ ફાયર ફાઇટર જોવા મળ્યાના અહેવાલ આવે છે. access_time 12:10 am IST

  • સાબરકાંઠા જિલ્લામાં આજે કોરોનાના ૮ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા:-હિંમતનગરમાં ચાર,ઇડરમાં બે,વડાલી અને તલોદમાં એક -એક કોરોના પોઝિટિવ કેસ :-જિલ્લામાં અત્યાર સુધીમાં ૯૨૩ પોઝિટિવ કેસ નોંધાયા access_time 7:23 pm IST