Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd September 2020

ગ્રહોની ગતિ કોરોના વાયરસની ગતિને થંભાવી દેવામાં સફળ બની શકે છે : સદગુરૂદેવ પૂ. પારસમુનિ મ.સા.

રાહુ કાલે ર૩ સપ્ટેમ્બરે બપોરે ૧રઃપ૦ કલાકે પોતાની ઉચ્ચરાશિ બુધની મિથુન રાશિની યાત્રા પૂર્ણ કરી વક્રી અવસ્થામાં શુક્રની વૃષભ રાશિમાં પ્રવેશ કરશેઃ કેતુ ગુરૂની ધનુ રાશિમાંથી મંગળની વૃશ્ચિક રાશિમાં જશેઃઆ પરિવર્તન મહત્વનું છે : આત્મ વિશ્વાસ વધારવા, જીવનમાં સફળતા મેળવવા, આત્મશકિત વધારવા 'ૐ રીમ્ ધૃણિ સૂર્ય આદિત્યાય નમઃ રીમ્ ૐI ' ના સૂર્ય જપ કરવા

રાજકોટ,તા.૨૨: જયોતિષ માં શનિ પછી રાહુના પ્રભાવને કારણે સર્વાધિક મહત્વ આપવામાં આવે છે. કોઈ ગ્રહ શુભ કે અશુભ નથી હોતો પરંતુ તેનુ ફળ શુભ કે અશુભ હોય છે.રાહુમાં શનિના ગુણ હોય છે અને કેતુમાં મંગળનાં ગુણ હોય છે. રાહુ અને કેતુ પાપ ગ્રહ અને રાક્ષસ ગ્રહ ગણાય છે. રાહુ અને કેતુ માટે આજે ચર્ચા કરવાનું મુખ્ય કારણ રાહુ અને કેતુ જે પોતાની ભ્રમણ કક્ષામાં ગતિ કરે છે, તેનો સમય ૧૮ વર્ષનો છે. દર ૧૮ મહિને રાશિ પરિવર્તન થાય છે. હવે ૨૩ સપ્ટેમ્બરે આ ૧૮ વર્ષનો સમયગાળો પુરો થવાનો છે. ગ્રહોમાં અતિ બલવાન ગ્રહ રાહુ ર૩ સપ્ટેમ્બરે બપોરે ૧રઃપ૦ કલાકે પોતાની ઉચ્ચરાશિ બુધની મિથુન રાશિની યાત્રા પૂર્ણ કરી વક્રી અવસ્થામાં શુક્રની વૃષભ રાશિમાં પ્રવેશ કરશે. કેતુ ગુરૂની ધનુ રાશિમાંથી મંગળની વૃશ્વિક રાશિમાં જશે. આ પરિવર્તન મહત્વનું છે. રાહુ મૃગશિર્ષ નક્ષત્રમાંથી રોહીણી નક્ષત્રમાં જશે. કેતુ મૂળ નક્ષત્રથી જયેષ્ઠા નક્ષત્રમાં જશે. હવે આવતા ૧૮ મહિના સુધી રાહુ અને કેતુ શું ફળ આપશે એ બાબતે જાણીએ.

જયોતિષમાં કાલપુરૂષ કુંડળી માં ત્રીજું ઘર મિથુનરાશિ નું છે, જેનો સંબંધ મનુષ્યનાં ઉપલા શ્વસનતંત્ર સાથે માનવામાં આવ્યો છે. ત્રીજા દ્યરમાં રાહુના પ્રવેશને કારણે શ્વનતંત્રનાં ચેપની બીમારી અર્થાત કોરોનાનો ઉપદ્રવ વધ્યો છે. નવમા અને બારમાં ઘરનો સ્વામી ગુરૂ છે. આ સ્થાનોનો સંબંધ લાંબા અંતરની મુસાફરી, હોસ્પિટલ અને આઈસોલેશન સાથે છે. ગુરૂની દ્રષ્ટિ ત્રીજા સ્થાનમાં બેઠેલા રાહુ પર પડતી હોવાથી લાંબા અંતરનાં પ્રવાસીઓ દ્વારા કોરોનાનો ચેપ દુનિયાભરમાં ફેલાવા માંડયો અને હજારો લોકોએ હોસ્પીટલ ભેગાં થવું પડયું અથવા કવોરન્ટાઈનમાં જવું પડયું. પછી આઠમા ઘરનો સ્વામી મંગળ રાહુ પર દ્રષ્ટિપાત કરતા ધન રાશિમાં પ્રવેશ્યો ત્યારે કોરોનાથી થતાં મૃત્યુનો દર ચિંતાજનક હદે વધી ગયો. હાલની પરિસ્થિતિ જોઈએ તો ૧૦ માં ઘરનો માલિક શનિ મકર રાશિમાં છે. આ રાશિનો સંબંધ સંઘર્ષ થાય છે. શનિના ચોકકસ સ્થાનને કારણે સરકારે કાયદાનો પ્રયોગ કરીને લોકડાઉન જાહેર કરવું પડયું, જેને કારણે જીવન આવશ્યક વસ્તુઓ સિવાયનાં કામધંધા બંધ થયા. મંગળનાં ચોકકસ સ્થાનને કારણે સરકારે સંચારબંધીનો અમલ કરાવવા માટે કયાંક જબરદસ્તી પણ કરવી પડી. હાલમાં સરકારનાં આ પ્રયાસોને સંદ્યર્ષ બાદ સફળતા મળશે એવું ગ્રહો કહે છે. સપ્ટેમ્બર મહિના પછી કોરોના ધીમે-ધીમે ન્યૂનતમ થતો જશે.

જયોતિષમાં છાયા ગ્રહોનો પ્રભાવ સર્વાધિક માનવામાં આવ્યો છે. કારણકે જન્મકુંડળી માં છાયા ગ્રહોની સ્થિતિ પ્રમાણે મનુષ્યને પોતાની ભીતરીયા ભાવોનો બોધ થઈ શકે છે. જેના ફળ સ્વરૂપ મનુષ્ય પોતાનું જીવ વિશેષ અર્થપૂર્ણ કરી શકે છે. કેતુ ને રહસ્યમયી કાંતિ તથા ગેોરવશાળી જયોતિ કિરણ કહેવામાં આવ્યો છે. અનેક ગ્રંથોમાં કહે છે કે મંગળ, રાહુ, શનિ,કેતુ તથા સૂર્ય પહાડો તથા જંગલોમાં પરિભ્રમણ કરાવે છે. તેનું તાત્પર્ય એ છે કે આ ગ્રહો દીક્ષા સંસ્કાર સાથે સંબંધ બતાવે છે. કેતુનો પર્યાયવાચી શબ્દ ધ્વજા તથા શીખી છે. એવું એ માટે કહેવામાં આવે છે કારણકે કેતુ ના પ્રભાવથી જાતક દીક્ષાની પરીક્ષા, બ્રહ્મજ્ઞાન ની પ્રાપ્તિ અને નઆત્મબોધમાં સફળ થાય છે. કોઈપણ જાતકની કુંડળીમાં કેતુ જે ભાવમાં રહે છે તે ગ્રહના સ્વામી અનુસાર ફળ આપે છે અથવા જે ગ્રહ સાથે રહે તે ગ્રહનાં પ્રભાવમાં વૃદ્ઘિ કરે છે. જો શુભ હોય તો શુભતામાં અને અશુભ હોય તો અશુભતામાં વૃદ્ઘિ કરે છે. રાહુ જો કુંડલીમાં મજબુત સ્થિતિમાં હોય તો શુભ ફળ પણ આપે છે. આને વ્યકિત ધનવાન બને છે.

રાહુ પ્રદર્શન કરાવવાવાળો ગ્રહ છે. જેમ ગુબ્બારા(ફુગ્ગા) જે જગ્યા વધારે રોકે છે, પરંતુ અંદર કંઈ નથી હોતું. રાહુ ઓવર કોન્ફીડન્સ પણ કરાવે, જેથી આગળ જતાં સમસ્યાનું કારણ બને છે. વ્યકિત બહિર્મુખી બને છે, પોતાની વાતને બધા સામે રાખવામાં નિપુણ બને છે. વ્યકિતને જીવનમાં સારી ઉન્નતિ પણ આપતા ઘણીવાર રાહુ દેખાય છે. જાહેરાત, રાજનીતિ, માર્કેટિંગ, સેલ્સ સંબંધી ક્ષેત્રો સાથે જોડાયેલ લોકોને રાહુ લાભ પણ આપે છે. ફૂડ પોઈઝન, ડાયરિયા, કેેન્સર, આકસ્મિક દુર્ઘટનમાં મુખ્યભૂમિકા રાહુ નિભાવે છે. રાહુનાં કારણે કોઈ પ્રકારી એલર્જીનો સામનો પણ કરવો પડે છે. રાહુ વિષકારક છે. રાહુ જે રાશિમાંથી પસાર થતો હોય ત્યાં તે વિષનો પ્રભાવ છોડતો જાય છે. ધુમાડો રાહુ નું પ્રતિક છે.રાહુ ભ્રમ ઉત્પન્ન કરે. દ્યણા રસ્તા સામે આવે તેમાં કયો રસ્તો લેવો તે કઠિન થઈ જાય.

રાહુ કોરોના વાયરસની અસર સાથે જોડાયેલ છે. આવા સમયે રાશિ પરિવર્તનથી કોરોનાની અસર આ સ્થિતિમાં ન્યૂનતમ આવવાની સંભાવના છે.

 રાહુ કેતુના જન્મની કથા

પૌરાણિક કથા મુજબ જયારે સમુદ્ર મંથન થયુ ત્યારે સમુદ્રમાંથી ઝેર નિકળ્યું અને અમૃત નિકળ્યું હતું. તે વખતે અમૃત લેવા માટે દેવો અને દાનવોમાં યુદ્ઘ થયું, આ યુદ્ઘને રોકવા વિષ્ણુ પોતે પધાર્યા અને તેમણે મોહીની સ્વરૂપ લીધું અને અમૃતનો ભાગ પાડવાની વાત કરી, જેમાં બધા સંમત થયા. રાક્ષસોમાં સંદેહ હતો. તેમાં એક રાક્ષણ હતો સ્વરભાનુ, જેણે દેવનું રૂપ લઈને જયાં દેવોની લાઈન હતી ત્યાં વચ્ચે જઈને બેસી ગયો. તેને એમ લાગ્યું કે બધુ અમૃત દેવોને જ મળશે અને અમે રહી જઈશું. ભગવાન અમૃત વહેચતા વહેચતા સ્વરભાનુ પાસે આવ્યા અને તેના હાથમાં અમૃત આપ્યું ત્યારે જ તેમને સમજાયુ કે આ દેવ નહીં પણ રાક્ષસ છે. પરિણામે તેમણે સુદર્શન ચક્રથી સ્વરભાનુનું શિરચ્છેદ કરી દીધું. પરંતુ ત્યાં સુધીમાં રાક્ષસે અમૃત પી લીધુ હતું. તેથી શરીર અને માથુ અલગ થયુ હોવા છતાં બંને જીવીત રહ્યા હતા. તેણે અમૃત પીધું હોવાથી ભગવાને તેને આર્શિવાદ આપ્યું કે તું અમર થઈ ગયો છે. તેથી તું નવ ગ્રહના મંત્રીમંડળમાં સ્થાન મેળવીશ. ત્યારથી રાહુ અને કેતુ બે ગ્રહ બન્યા.

ઉપરોકત પૌરાણિક કથા છે, જોકે વૈજ્ઞાનિક રીતે સમજવું હોય તો આ ખગોળીયંઘટના (એસ્ટ્રોનોમિકલંઈવેન્ટ) છે. સૂર્ય અને ચંદ્ર ગતિ કરતા રહે છે અને પૃથ્વીથી જયારે આપણે જોઈએ ત્યારે સૂર્ય અને ચંદ્ર ઉત્ત્।ર અને દક્ષિણ ધ્રુવમાં એકબીજાનો રસ્તો ક્રોસ કરે છે ત્યારે તે બે સંપાત બિંદુ બને છે. આમાં ઉત્ત્।ર બાજુનો સંપાત બિંદુ રાહુ અને દક્ષિણવાળો સંપાત બિંદુ એટલે કેતુ. આ બંને છાયા ગ્રહ પણ કહેવાય છે.

જયોતિષની ગણતરી મુજબ આ ત્રણ ગ્રહો શનિ, રાહુ અને કેતુ અણધાર્યા પરિણામોનું કારણ બન્યા છે. જયારે શનિ તેની પોતાની રાશિમાં આવે છે ત્યારે તે અનપેક્ષિત ઘટનાઓ ઉત્પન્ન કરે છે. હાલમાં શનિ તેની પોતાની રાશિ મકર રાશિમાં છે. આ વર્ષે ૨૪ જાન્યુઆરીએ તે આ રાશિમાં આવ્યો છે. જયોતિષીય ગણતરી મુજબ શનિ આ રોગચાળાનું કારણ છે. આ ઉપરાંત, ચંદ્ર રોગ ફેલાવવામાં તેની ભૂમિકા ભજવી રહ્યો છે. કારણ કે ચંદ્ર સમુદ્ર અને સમુદ્રથી સંબંધિત વસ્તુઓ માટે જવાબદાર છે.

ઇતિહાસ જણાવે છે કે વર્ષ ૧૩૧૨ માં જયારે શનિ મકર રાશિમાં આવ્યો ત્યારે આખો યુરોપ રોગચાળા જેવા પ્લેગથી ગ્રસ્ત હતો. આ રોગચાળાએ ૭.૫ કરોડ લોકોને મોતને દ્યાટ ઉતાર્યા હતા. ૧૬૬૬ માં મકરમાં શનિની હાજરી પણ વિશ્વ માટે મોટો ખતરો છે. આ સમયગાળા દરમિયાન, લંડનની માત્ર ૨૦% ટકા વસ્તી પ્લેગને કારણે નાશ પામી હતી. ત્યારબાદ ઓગણીસમી સદીમાં શનિની પોતાની રાશિમાં પરિવર્તનથી કરોડો લોકોની મોત થઇ હતી.

રાહુ અને કેતુમાં અતુલ્ય તાકાત છે. રાક્ષસકૂળના હોવાથી તેઓ ફળ આપવા કે સજા આપતાં પહેલાં બહુ વિચારતા નથી. જયારે જયારે વૃષભ રાશિમાં રાહુ અને વૃશ્યિક રાશિમાં કેતુ જાય ત્યારે તેમણે શું કર્યું તે જોઈએ. ઈતિહાસની વાત કરીએ તો ૧૫ ઓગસ્ટ, ૧૯૪૭ જયારે ભારત આઝાદ થયો, એ વખતે વૃષભ લગ્ન હતું, જેમાં રાહુ હતો અને સાતમા સ્થાને કેતુ હતો. રાહુ અને કેતુ વક્ર ગતિથી ચાલે છે. તે વખતે આપણને સ્વતંત્રતા મળી પરંતુ તે પછીના દોઢ વર્ષ ખૂબ પડકારરૂપ રહ્યું. તે પછી ૧૮ વર્ષ બાદ ૧૯૬૬ માં રાહુ ફરી વૃષભ અને કેતુ વૃશ્યિકમાં આવ્યો. તે વખતે લાલ બહાદુર શાસ્ત્રી દેશના વડાપ્રધાન હતા. તાશ્કન કરાર માટે તે રશિયા ગયા જયાં તેમનું મૃત્યુ થયુ, આજ સુધી ખબર નથી પડી કે ખરેખર થયું શું હતું?. ત્યારબાદ ૧૯૮૪ માં ઈન્દિરા ગાંધી વડા પ્રધાન હતા તે વખતે અમૃતસરના સુવર્ણ મંદિરમાં સેના ઘુસી હતી ત્યારબાદ અમુક સમુદાય તેમનાથી નારાજ થયા અને તેમની હત્યા થઈ હતી. આ પછીના ૧૮ વર્ષ બાદ ૨૦૦૨ માં ગોધરા કાંડ અને ગુજરાતનાં રમખાણો થયા. તે પછીનું દોઢ વર્ષ આકરું હતું. આ ઘટનાની અસર ફકત ગુજરાતમાં નહીં પણ આખા દેશ ઉપર પડી હતી.

હવે ૨૦૨૦ માં ફરી આવો સમય આવશે જે આપણને દેખાઈ રહ્યો છે. ચીન સાથે સીમાનો વિવાદ છે. પાકિસ્તાન તો આપણી પાછળ પડ્યું જ છે. જુનો મિત્ર નેપાળ પણ ચીનના પડખે છે. આ પરિસ્થિતિનો લાભ રાહુ-કેતુ ઉપાડી શકે છે. ૨૩ સપ્ટેમ્બર, ૨૦૨૦ બાદ કોઈ મોટી ઘટના બની શકે છે. તેથી આપણે સાવધાન રહેવું પડશે.

બૃહસ્પતિ અને શનિ લાંબો સમય વક્રી રહયા પછી માર્ગી થયા. બુધ, શુક્ર, રાહુ, કેતુ પોતાનુ રાશિ પરિવર્તન કરે છે.

જયોતિષ અનુસાર શુક્ર ને એોષધિઓનો અધિપતિ માનવામાં આવે છે. તેના રાશિ પરિવર્તનથી ચિકિત્સા જગતમાં દ્યણી મોટી સફળતા મળે. ર્ંસાથે કોરોના મહામારીનો અંત થવાનો પ્રારંભ પણ થાય અને ભારત સહિત અનેક દેશ આર્થિક સ્થિતિને મજબૂત કરવા તરફ પણ મહત્વપૂર્ણ પગલા લેશે.ર્ં શિક્ષણક્ષેત્રે ઘણા પરિવર્તન જોવા મળશે. રાષ્ટ્રવિરોધી તત્વોની સામે કડક પગલા લેવાઈ શકે છે.

અંકશાસ્ત્રની દ્રષ્ટિએ ર૦ર૦નું વર્ષ (નંબર ૪)મૂળાંક ૪ આવે છે જે રાહુ નું છે, જે કંઈને કંઈ મુશ્કેલી લાવ્યા કરશે. આ સમય શાંતિથી પસાર થવા દેવો. ર૦ર૧ (નંબર પ) બુધનું વર્ષ હોવાથી વ્યાપાર ધંધા માટે શુકનવંતુ નીવડશે.

જયોતિષ ગણના મુજબ ર૩ સપ્ટેમ્બરે રાહુ અને કેતુ પરિવર્તન થી સપ્ટેમ્બર પછી કોરોના વાયરસનો વિનાશ ઓછો થાય. પરંતુ સૂર્ય પોતાની નીચ રાશિ તુલામાં ૧૭ ઓકટોબર ના પ્રવેશ કરી રહ્યો છે.માટે ત્યાર પછી સલામતી અને સાવધાની રાખવી, સંક્રમણ થી બચવું જોઈએ.૧૬ નવેમ્બર સુધી સંભાળી ને રહેવું જરૂરી છે.૧૬ નવેમ્બર ના સૂર્ય વૃશ્યિક રાશિમાં પ્રવેશ કરશે પછી કોરોના પૂર્ણરૂપે નહિવત્ થવા લાગશે.

કોરોનાથી કઈ રીતે બચવું ?

આજના કપરા સમયમાં લોકોએ પોતપોતાની શ્રધ્ધા મુજબ મંત્રનો જાપ કરવો જોઈએ. સૂર્ય મંત્રનું ઉચ્ચારણ અનેક રોગો સામે રક્ષણ આપે છે. એ સિવાય જીવનજરૂરિયાતની વસ્તુઓ ખરીદવા માટે વહેલી સવારે કે રાત્રે નહી, પણ સૂૂર્ય તપતો હોય ત્યારે નીકળવું જોઈએ.જયોતિષ ગણના મુજબ સપ્ટેમ્બર પછી કોરોના વાયરસનો વિનાશ ઓછો થાય ત્યાં સુધી સલામતી અને સાવધાની રાખવી, સંક્રમણ થી બચવું જોઈએ. માસ્ક પહેરીને બધો વ્યવહાર કરવો જોઈએ. સોશ્યલ ડિસ્ટન્સ રાખવું જોઈએ.

ભગવાન મહાવીર સ્વામી એ કહ્યું છે કે સંત સતીજી થી ઓછામાં ઓછું અઢી હાથનું અંતર રાખીને , મુખ પર વસ્ત્ર રાખી ને વાત કરવી. આવશ્યક કારણ વગર કોઈ એ સંત સતીજી નજીક ન જવું. જયાં મહામારી નું સંક્રમણ હોય ત્યાંથી આહાર પાણી ન લેવાં.આદિ અનેક મુદ્દાઓ અને મહામારી સંક્રમિત વ્યકિત સાથે કેવી રીતે રહેવું તે બાબત ઓદ્યનિર્યુકિત ગ્રંથ તેમજ તેની ટીકા માં સ્પષ્ટ રીતે જણાવ્યું છે.

માનવી એ કુદરત સાથે રહેતા શીખવું પડશે.

ભગવાન નું માનશો તો ભય અને ભય ના કારણો દૂર થઈ જશે.

સૂર્ય પોતાની નીચ રાશિ તુલામાં ૧૭ ઓકટોબરના પ્રવેશ કરી રહ્યો છે.માટે આત્મવિશ્વાસ વધારવા, જીવનમાં સફળતા મેળવવા, આત્મશકિતવધારવા સૂર્યજપ કરવા.

સૂર્ય જપ : ૐ રીમ્ ધૃણિ સૂર્ય આદિત્યાય નમઃ રીમ્ ૐI .

(11:55 am IST)