Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd September 2020

લવ જેહાદના મામલે તુરંત તપાસ કરવાની ફરિયાદ સાથે યુવતિના માતા-પિતા જેતપુર પોલીસ પાસે જતાં અત્યંત અયોગ્ય વર્તનનો વલોપાત

૨૨ વર્ષની ચાંદનીને ઇરફાન પઠાણ ફસાવીને ભગાડી ગયો...દિકરીને શોધી આપવા મા-બાપની કાકલુદી : રૂરલ એસપીશ્રી બલરામ મીણા અંગત રસ લઇ ગરિબ પરિવારની વ્હારે આવે તેવો અનુરોધ

રાજકોટ તા. ૨૨: 'અમે હાથ જોડીને તમને વિનંતી કરીએ છીએ કે અમારી દિકરી અમારી પાછી જોઇએ છે...મુસ્લિમનો છોકરો એને ભગાડી ગયો છે, અમે રજૂઆત કરી છે પણ કોઇ યોગ્ય કાર્યવાહી થઇ નથી...આટલુ બોલતાં જ  પિતા ગદ્દગદિત થઇ જાય છે અને માતા પોક મુકી દે છે...જેતપુરના એક દંપતિનો વિડીયો સામે આવ્યો છે. જેમાં પતિ-પત્નિ પોતાની યુવાન પુત્રીને મુસ્લિમ શખ્સ ભગાડી ગયાની વિતક વર્ણવી તેને પાછી લઇ આવવાની કાકલૂદી કરી રહ્યા છે. જેતપુરમાં આશાપુરા ડીશની સામે રાજેશ્વરી સોસાયટીમાં રહેતાં પ્રવિણભાઇ કાંતિભાઇ દત્તાએ જેતપુર સીટી પોલીસમાં આ અંગે લેખિત ફરિયાદ પણ કરી છે. પરંતુ અઠવાડીયુ વીતી જવા છતાં દિકરીનો કોઇ પત્તો ન મળ્યો હોઇ પોલીસ ઉંડાણપુર્વક અને ગંભીર બની તપાસ કરી દિકરી પાછી લઇ આવે તેવી અરજ કરી છે.

લેખિત ફરિયાદ પ્રવિણભાઇ દત્તાએ તા. ૧૫/૦૯ના રોજ જેતપુર પોલીસ સ્ટેશનમાં કરી છે. જેમાં જણાવ્યું છે હું મારા પત્નિ, પુત્ર અને પુત્રી સાથે રહુ છું. મારી દિકરી ચાંદની ૨૨ વર્ષની છે અને પુત્ર દિપ ૨૦ વર્ષનો છે. ૧૫મીએ વહેલી સવારે ચાર વાગ્યે મારો દિકરો જાગ્યો ત્યારે દિકરી ઉંઘેલી જોવા મળી હતી. એ પછી હું પાંચ વાગ્યે જાગ્યો ત્યારે દિકરી ચાંદની જોવા મળી નહોતી.  આસપાસમાં તપાસ કરી તેના મોબાઇલ નંબર પર ફોન કરતાં તે પણ બંધ આવતો હતો. સગા-સબંધીઓને ત્યાં તપાસ કરી પરંતુ ભાળ મળી નહોતી.

પ્રવિણાઇએ લેખિત ફરિયાદમાં આગળ જણાવ્યું છે કે આશરે દોઢેક વર્ષ પહેલા જેતપુરના જ જાગૃતિનગરમાં રહેતાં મુસ્લીમ શખ્સ ઇરફાન યુનુસખાન પઠાણે મારી  પુત્રીને લલચાવી ફોસલાવી લગ્ન કરવા માટે ફસાવી હતી. ત્યારે તેણે મૈત્રી કરારના કાગળો પણ ઉભા કરાવ્યા હતાં. મારી દિકરીને જે તે વખતે પુછતાં તેણે કોઇ કાગળો નહિ કરાવ્યાનું કહ્યું હતું.  જે તે વખતે અમે રાજકોટનીકોર્ટમાં એપ્લીકેશન કરી લગ્ન અટકાવવા બાબતનીક ાર્યવાહી પણ કરી હતી. ત્યાં હવે ફરીથી ઇરફાન મારી દિકરી ચાંદનીને ભગાડી ગયો છે. તે જ્યાં નોકરી કરે છે ત્યાં કે તેના ઘરે પણ મળ્યો નથી.

દિકરી ઘરમાંથી કપડા, મોબાઇલ ફોન, સોનાના દાગીના  જેની અંદાજીત કિંમત રૂ. ૧.૭પ લાખ તેમજ રોકડા રૂ. ર૧,૦૦૦ પણ લઇ ગઇ છે. ઇરફાન અમારી દિકરી જે કંઇ લઇ ગઇ છે એ બધુ વેંચી નાંખશે અને દિકરીને પણ ગમે ત્યાં છોડી મુકી જતો રહેશે તેવી પુરતી દહેશત છે. અમારી દિકરીની તાત્કાલીક ભાળ મેળવવી જરૂરી છે. તેમ વધુમાં પ્રવિણભાઇએ જણાવ્યું છે. 

દરમિયાન ચાંદનીના રાજકોટ રહેતા ફુવા નીપુલભાઇ સેદાણીએ જણાવ્યું હતું કે અઠવાડીયુ થઇ જવા છતાં જેતપુર સીટી પોલીસે કોઇ ગંભીરતાથી તપાસ કરી ન હોઇ અમે ફરીવાર રજૂઆત કરવા જતાં ઇન્ચાર્જમાં રહેલા અધિકારીએ ન બોલવાના શબ્દો બોલી અમને શાંતિથી સાંભળવાને બદલે તગેડી મુકયા હતાં. આ બાબતે રૂરલ એસપીશ્રી બલરામ મીણા અંગત ધ્યાન આપી અમારી દિકરીને ઇરફાનના કબ્જામાંથી પાછી સોંપાવે તેવી અમારી આજીજી છે. નિપુલભાઇએ અનુરોધ કર્યો છે કે તસ્વીરમાં દેખાતી અમારી દિકરી જો કોઇને જોવા મળે તો અમને ફોન નં. ૯૮૭૯૦ ૫૫૬૮૪ થગન ૯૭૨૫૫ ૭૨૮૮૪ ઉપર જાણ કરવી.

મજૂરી કરી ગુજરાન ચલાવતો આ અત્યંત ગરિબ પરિવાર જુવાનજોધ દિકરીને ભગાડી જવામાં આવી તે કારણે અત્યંત દુઃખમાં છે. સમાજના કહેવાતા અગ્રણીઓ આ પરિવારની વ્હારે આવી તેમની દિકરીને હેમખેમ પાછી લઇ આવવામાંખરા અર્થમાં મદદરૂપ થાય અને બનતી તમામ મદદ કરી રડતાં મા-બાપના આંસુ લુછે તે જરૂરી છે.

(11:53 am IST)
  • સુશાંત-રિયા ડ્રગ્સની સપ્લાયનું કનેકશન પાકિસ્તાન સુધી નીકળ્યું છે : NCB : ડ્રગ્સના દૂષણમાં બોલીવુડની ભૂતકાળ અને વર્તમાનની અનેક ખ્યાતનામ હસ્તીઓનાં નામની સંડોવણીની પણ શકયતા access_time 3:53 pm IST

  • કાલે નરેન્દ્રભાઇ કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત સાત રાજયોના મુખ્યમંત્રી સાથે વર્ચ્યુઅલ મીટિંગ કરશે : આ મીટિંગમાં મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, કર્ણાટક, ઉત્તરપ્રદેશ, તામિલનાડુ, દિલ્હી અને પંજાબના મુખ્યમંત્રીઓ રહેશે હાજર access_time 3:05 pm IST

  • એન.સી.પી.ચીફ શરદ પવાર 1 દિવસના ઉપવાસ ઉપર : સ્પીકરે સભ્યોને વિરોધ કરવાની તક આપવી જોઈએ : કૃષિ બિલ પાસ કરતા પહેલા ઓછામાં ઓછી બે થી ત્રણ દિવસની ચર્ચા થવી જરૂરી હતી : બરતરફ કરાયેલા 8 સાંસદોના સમર્થનમાં રાજ્યસભામાંથી વોક આઉટ access_time 1:18 pm IST