Gujarati News

Gujarati News

News of Sunday, 22nd September 2019

રામનાથપરામાં ટ્રાફિકને અડચણ રૂપ રેંકડી રાખનારા સામે ગુનો નોંધાયો

રાજકોટઃ શહેરમાં ઠેકઠેકાણે ટ્રાફિકની સમસ્યા ઉદ્દભવતી રહે છે. રેંકડી ધારકો અને અમુક કેબીન ધારકો ટ્રાફિકને અડચણ ઉભી થાય એ રીતે રોડ પર ધંધો ચાલુ કરી દેતાં હોય છે. પોલીસે અનેક વખત આવા લોકો સામે કાર્યવાહી કરી છે. વધુ એક વખત રામનાથપરા મેઇન રોડ પર એક શખ્સ પોતાની કટલેરીની લારી રોડ પર રાખીને ટ્રાફિક જામ કરતો હોઇ એ-ડિવીઝનના કોન્સ. મેરૂભા ઝાલાએ ગુનો નોંધી કાર્યવાહી કરી હતી. લલુડી વોંકળી પાસે રહેતાં રાકેશ ગુણવંતભાઇ સોલંકી (કડીયા) સામે આઇપીસી ૨૮૩ મુજબ કાર્યવાહી કરવામં આવી હતી.

(11:20 am IST)