Gujarati News

Gujarati News

News of Sunday, 22nd September 2019

રાજકોટમાં વરસાદના મંડાણઃ વાજડી, મેટોડા, ખીરસરામાં ધોધમાર વરસાદ

રાજકોટ, તા.,ર૧: ગઇકાલે સાંજે રાજકોટમાં એક ઇંચ વરસાદ વરસ્યા બાદ આજે સાંજે રાજકોટ નજીકના વાજડી, મેટોડા, ખીરસરામા ધોધમાર વરસાદ પડી રહ્યો છે.  ધોધમાર વરસાદ વરસતા રસ્તા ઉપર જોવામા પણ તકલીફ પડી રહી હોવાથી વાહન ચાલકોએ પોતાના વાહનો રસ્તામાં ઉભા રાખી દીધા હતા.

રાજકોટમાં જેમ જેમ સાંજ પડતી જાય છે તેમ તેમ વરસાદી વાતાવરણ છવાતુ જાય છે. આજે સતત બીજા દિવસે સાંજના સમયે મેઘાવી માહોલ સાથે વરસાદ શરૂ થયો છે. કોઇ વિસ્તારમાં ભારે તો કોઇ વિસ્તારમાં ધીમી ધારે વરસાદ વરસી રહયો છે. વરસાદ શરૂ થતા રસ્તા ઉપર પાણી ફરી વળ્યા હતા અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી.

(11:24 am IST)