Gujarati News

Gujarati News

News of Saturday, 22nd September 2018

ઓનલાઇન દવા વેપારના વિરોધમાં રાજકોટ કેમિસ્ટ એસો, દ્વારા જોરદાર દેખાવો- પ્રદર્શન

મીણબત્તી તથા કાળી પટ્ટી ધારણ કરીને મોટીટાંકી ચોક ખાતે કેન્ડલમાર્ચ યોજાઈ

 

રાજકોટ :ઓનલાઇન દવાના વેચાણના વિરોધમાં રાજકોટ કેમિસ્ટ એસોસિયેશન દ્વારા શહેરના મોટી ટાંકી ચોક ખાતે આજે રાત્રે જોરદાર વિરોધ પ્રદર્શન કરાયું હતું કેમિસ્ટો દ્વારા હાથમાં મીણબત્તી અને કાળી પટ્ટી ધારણ કરીને કેન્ડલ માર્ચ યોજી હતી અને ભારે સુત્રોચાર કર્યા હતા ઓનલાઇન દવાના વેપાર સામે કેમિસ્ટોએ વિરોધનો બૂંગિયો ફૂંક્યો છે

 આગામી તા;28મીને શુક્રવારે ઘી ફેડરેશન ઓફ ગુજરાત કેમિસ્ટ્સ એન્ડ ડ્રગીસ્ટસ એસોસિયેશન્સે ભારત બંધનું એલાન આપ્યું છે ત્યારે આજે રાત્રે રાજકોટ કેમિસ્ટ એસો,દ્વારા ઓનલાઇન દવાના વેચાણના વિરોધમાં કેન્ડલ માર્ચ યોજી હતી

આગામી દિવસોમાં એકધારા વિરોધ કાર્યક્રમો અપાશે આગામી 28મી સુધી સતત વિરોધ પ્રદર્શન કરીને સરકારને ઢંઢોળવા પ્રયાસ કરવામાં આવશે  તેવું અેશોસીઅેશનનાં પ્રમુખ મયુરસિંહ જાડેજા તથા મંત્રી અનિમેષ દેસાઇઅે જણાવ્‍યું હતું.

(11:12 pm IST)