Gujarati News

Gujarati News

News of Saturday, 22nd September 2018

લુહાર સમાજના અગ્રણી પરેશભાઇ દાવડાનો ભાજપમાં પ્રવેશ

રાજકોટઃ લુહાર સમાજના અગ્રણી તથા દિવ્ય કેસરી સમાચાર પત્રના તંત્રી પરેશભાઇ દાવડા તથા તેમની ટીમનો ભારતીય જનતા પાર્ટીમાં ભાજપના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણીના હસ્તે ખેસ પહેરી, ભારતીય જનતા પાર્ટીની વિચારાધારા સાથે જોડાયા હતા. આ પ્રસંગે ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, ધારાસભ્ય અરવિંદભાઇ રૈયાણી તથા શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઇ મિરાણી, સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેન ઉદયભાઇ કાનગડ, શહેર ઉપપ્રમુખ પ્રફુલભાઇ કાથરોટીયા તથા વોર્ડ પ્રમુખ હસમુખભાઇ ચોવટીયા વગેરેએ આવકારી શુભેચ્છા પાઠવી હતી. પરેશભાઇ દાવડાનો મો. ૯૪ર૭ર ૮૪૦૧૭ છે. આ તકે હરિભાઇ ડાંગર, બાલભાઇ બોળીયા, વિજય ટોળીયા, નારણભાઇ બોળીયા, યોગેશ ભુવા, શૈલેષ ડાંગર સુખદેવસિંહ વાળા, વજુભાઇ લુણાસીયા વગેરે આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. (૭.૪ર)

(3:56 pm IST)