Gujarati News

Gujarati News

News of Saturday, 22nd September 2018

કાલે કોર્પોરેશન દ્વારા આસી.ઇજનેર- વર્ક.આસી ની પરીક્ષાઃ ૧૦ હજાર ઉમેદવારો હુન્નર અજમાવશે

આસી.ઇજનરે(સીવીલ)ની ૧૦, વર્ક આસીટન્ટ(સીવીલ)ની ૧૭ જગ્યા ભરવા કાર્યવાહીઃ ૬ સેન્ટરો પર પરીક્ષા

રાજકોટ,તા.૨૨:  મ્યુનિ. કોર્પોરેશનમાં વિવિધ ખાલી જગ્યા ભરવા કાર્યવાહી કરવામાં આવી છે. જે અન્વેય આસી.ઇજનેર તથા વર્ક.આસી-સીવીલ સહિત કુલ ૧૭ જગ્યા ભરવા આવતી કાલે ૬ સેન્ટર પર બે શીફટમાં પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં બે પોસ્ટમાં ૧૦,૦૦૦ ઉમેદવારો હુન્નર અજમાવશે.

આ અંગેની પ્રાપ્ત માહિતી મુજબ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા તાજેતરમાં ડે.એકઝ.ઇજનેર-સીવીલની ૧, ડે.એકઝ.ઇજનેર-ઇલેકટ્રીકલની ૧, આસી.ઇજનેર-સીવીલની ૧૦, વર્ક.આસી-સીવીલની  ૧૭, વર્ક.આસી.-મીકેનીકલની ૬ સહિતની કુલ ૩૫ જગ્યા ભરવા ઓન લાઇન અરજીઓ મંગાવવામાં આવી હતી. આ અરજી સ્વિકારવીની છેલ્લી તારીખ પુર્ણ થયા  બાદ ડે.એકઝ.ઇજનેર-સીવીલમાં ૬૦૦ ડે.એકઝ.ઇજનેર-ઇલેકટ્રીકલમાં ૪૦૦, આસી.ઇજનેર-સીવીલમાં ૬૦૦૦, વર્ક.આસી-સીવીલમાં ૪૫૦૦, વર્ક.આસી.-મીકેનીકલમાં ૨૦૦૦ સહિત કુલ ૧૩,૫૦૦ ઉમેદવારોએ અરજીઓ કરી છે.

જયારે વિવિધ ૩૫ જગ્યા માટે અરજીઓનો ઢગલા થતા મ્યુનિ.કોર્પોરેશન દ્વારા બે તબક્કામાં પરીક્ષા લેવામાં આવશે. પ્રથમ તબક્કામાં આસી.ઇજનેર-સીવીલ, વર્ક.આસી-સીવીલની  ખાલી જગ્યા ભરવા આવતીકાલે પરીક્ષા લેવામાં આવશે. આ પરીક્ષા બે શીફટમાં ગર્વમેન્ટ એન્જીનીયરીંગ કોલેજ-કણકોટ, લાભુભાઇ ત્રીવેદી એન્જી. કોલેજ-કણકોટ, વીવીપી એન્જી. કોલેજ, એવીપીટી, આત્મીય તથા આર.કે.યુનિર્વસિટી સહિત કુલ ૬ સેન્ટરોમાં પરીક્ષા લેવામાંઆવશે. આ પરીક્ષા ઓએમઆર પધ્ધિતીથી ૧૦૦ માર્કસની એક કલાકની લેવામાં આવશે તેમ મ્યુનિ.કોર્પોરેશનનાં સતાવાર સુત્રોએ જણાવ્યુ છે.(૨૮.૧)

 

(3:54 pm IST)