Gujarati News

Gujarati News

News of Saturday, 22nd September 2018

બાસ્કેટ બોલમાં જય ઈન્ટરનેશનલ સ્કુલને ઝળહળતી સફળતા

રાજકોટ : જાણીતી જય ઈન્ટરનેશનલ સ્કુલના વિદ્યાર્થીઓએ તાજેતરમાં યોજાયેલ જીલ્લા કક્ષાની ખેલમહાકુંભની બાસ્કેટબોલ સ્પર્ધામાં અન્ડર-૧૭ વર્ગમાં પ્રથમ અને અન્ડર-૧૪ વર્ગમાં દ્વિતીય ક્રમાંકે સફળતા મેળવી હતી. જેમાં અન્ડર-૧૪ બાસ્કેટબોલની ટીમમાં રૂદ્રદત્તસિંહ પરમાર, ઋતુરાજસિંહ વાલા, વૈભવકુમાર રામાનુજ, સબીર સંઘાર, મિલન ઓડેદરા, રાજવીરસિંહ જાડેજા, તરૂન લકુમ, કેવલ પુરોહિત, જયરાજસિંહ વાલા, ભાર્ગવ ટાંક, ગોવિંદસિંહ માહેર અને યુગ અસોદરીયા વગેરે વિદ્યાર્થીઓએ જીલ્લા કક્ષાએ દ્વિતીય જયારે અન્ડર-૧૭ બાસ્કેટબોલની ટીમમાં અનુક્રમે અનિરૂદ્ધ ભાંભડા, વિવેક પરમાર, સિદ્ધરાજ વાલા, હુસૈન સંઘાર, કેતન સામંદ, નિલય વેકરીયા, પ્રિયાંકકુમાર વણજારા, દિવ્યેશ કામલીયા, ગૌતમ ચોમલ, હરમીત પાણખાણીયા, આર્યન કણસાગરા અને તીર્થ માલવાણીયાએ જીલ્લા કક્ષાએ પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો હતો. બાસ્કેટબોલ ટીમના કોચ શ્રી પ્રણવભાઈ જોષી, ફોરમબેન કામાણી તેમજ મનસુખભાઈ સબાલીયાની તાલીમ આપી રહ્યા છે. સંસ્થાના ડીરેકટર ડી.વી. મહેતા, સીઈઓ ડિમ્પલબેન મહેતા, સેકશન હેડ વિપુલ ધનવા અને પ્રજ્ઞાબેન દવે દ્વારા સર્વે ખેલાડીઓ અને કોચને બંસી ભૂતને અભિનંદન પાઠવ્યા હતા.(૩૭.૪)

(3:49 pm IST)