Gujarati News

Gujarati News

News of Saturday, 22nd September 2018

'રાજકોટ કા રાજા'માં આજે ગણપતિ સંધ્યા : દાદા - રિદ્ધિ સિદ્ધિ માતા ઉપર ફૂલોનો વરસાદ વરસશે : કાલે વિસર્જનયાત્રા

રાજકોટ : મધુવન કલબ દ્વારા આયોજિત ગણપતિ મહોત્સવ 'રાજકોટ કા રાજા'ની ૧૦૮ ભાગ્યવિધાતા મહાઆરતીનો ગઈકાલે આઈપીએસ સુપ્રી. ઓફ પોલિસ રાજકોટ જીલ્લા શ્રી બલરામ મીના સાહેબ, ધારા સભ્ય શ્રી ગોવિંદભાઇ પટેલ, ઝોન ૨ ના ડે. કમી. ઓફ પોલિસ, શ્રી મનોહરસિંહ જાડેજા, રાજકોટ મનપા આસિસ્ટન્ટ કમિશનર શ્રી કાગથરા, મેયર શ્રી બિનાબેન આચાર્ય, વોર્ડ નં. ૧૦ ભાજપા કોર્પોરેટર શ્રી જયોત્સનાબેન ટીલારા, રાજકોટ સ્ટેટના પરિવારમાથી મોહિનીબા, જીલ્લા રજિસ્ટ્રાર શ્રી સંગિતાબેન રૈયાણી,  વોર્ડ નં. ૧૨ ના કોર્પોરેટર શ્રી જયાબેન ડાંગર, હરિવાલા ડાંગર, શૈલેષભાઈ ડાંગર, એડવોકેટ દંપતિ શ્રી આસીતભાઈ સોનપાલ અને મિનલબેન સોનપાલ, રાજકોટ પ્રેસ ફોટોગ્રાફર પ્રમુખ અને અકિલા પ્રેસ ફોટોગ્રાફર  શ્રી સંદીપભાઈ બગથરિયા, ગુજરાત મીરરના ફોટોગ્રાફર શ્રી અનિરૂદ્ઘભાઈ નકુમ, દિવ્યભાસ્કર પ્રેસ ફોટોગ્રાફર  શ્રી પ્રકાશભાઈ રાવરાણી વિ. ઉપસ્થિત રહ્યા હતા.

ગઈ કાલે રાત્રે 'રાજકોટ કા રાજા'ના પ્રાંગળમાં ૪૦ હજારથી પણ વધુ ભાવિકોએ અમરનાથ બાબાના દર્શનનો લહાવો  લીધો હતો. જેમાં ૩૪૦ ફૂટ લાંબી અમરનાથદાદાની ગુફા બનાવી, ૫૫૧ થી પણ વધુ બરફની લાદી નો ઉપયોગ કરવામાં આવેલો અને ગુફા ની અંદર અદભૂત  હિમાલય પર્વત જેવુ જ માહોલ ઊભો કરી અને માઇનસ ડિગ્રી તાપમાન સાથે ભાવિકોએ દર્શનનો લાભ લીધેલ.

આજે રાત્રે 'રાજકોટ કા રાજા'ના આંગણે શ્રી ગજાનન ગણપતી મહારાજની વંદનાનો 'ગણપતી સંધ્યા' કાર્યક્રમ રાખવામાં આવેલ છે.  પ્લેબેક સીંગર શ્રી દેવભાઈ ભટ્ટ પ્રસ્તુત આ 'ગણપતી સંધ્યા'માં શ્રી ગણેશજી ની વંદના કરવામાં આવશે જેમાં દેવભટ્ટ સાથે શ્રી આરીફ ચીના દ્વારા સૂરમાં સૂર મિલાવી, અને ખુશ ગ્રુપ દ્વારા નૃત્ય ના તાલ મિલાવી અને ગજાનન ગણપતીજી ને સમર્પિત આખો ભકિતમય માહોલ ઊભો કરવામાં આવશે ગણપતી વંદના કરવામાં આવશે ત્યારબાદ 'રાજકોટ કા રાજા' ની દર વર્ષની પરંપરા મુજબ શ્રી ગણપતીજીની રીદ્ઘી-સીદ્ઘી માતા સહિત ૫૫૦ કીલો થી પણ વધુ ફૂલો વડે મહા-શયન આરતી કરવામાં આવનાર છે.

આવતી કાલે સવારે ૭;૩૦ કલાકે 'રાજકોટ કા રાજા' ગણપતીજી વિસર્જન કરવામાં આવનાર છે. ભાવિકોએ લાભ લીધો હતો. આયોજનને સફળ બનાવવા પ્રમુખ શ્રી આશિષભાઈ વગડિયા, રાજભા ઝાલા, રાજુભાઇ કીકાણી, મહેશભાઇ જરીયા, સની જરિયા જહેમત ઉઠાવી રહ્યા છે.(૩૭.૧૧)

(3:47 pm IST)