Gujarati News

Gujarati News

News of Saturday, 22nd September 2018

બહુજન ક્રાંતિ મોરચા યોજીત 'પરિવર્તન યાત્રા' રાજકોટમાં : સાંજે રૈયાધારે સભા

રાજકોટ તા. ૨૨ : બહુજન ક્રાંતિ મોરચા દ્વારા તા. ૧૮ થી શરૂ થયેલ પરિવર્તન યાત્રા આજે રાજકોટ આવી પહોંચી છે.

આ અંગે વિગતો વર્ણવતા રાજકોટ એકમના આગેવાનોએ જણાવેલ કે એટ્રોસીટી એકટને વધુ સખત બનાવવા, આદીવાસી ક્ષેત્રોમાં છોકરાઓની થતી તસ્કરી સામે રક્ષણ આપવા, ઓબીસી તેમજ વિચરતી વિમુકત જાતિઓની જાતિ આધારીત ગણતરી કરવા, પાટીદારની જાતી આધારીત ગણતરી કરી સંખ્યાના અનુપાનમાં અનામત આપવા, ઝુંપડપટ્ટીમાં વસતા લોકોને મકના આપવા, ખ્રીસ્ત ચર્ચો ઉપર હુમલા રોકવા, બેરોજગારોને રોજીરોટી અને પછાતવર્ગના વિદ્યાર્થીઓની શીષ્યવૃત્તિમાં વધારો કરવા સહીતના મુદ્દે અવાજ ઉઠાવવા પરિવર્તન રેલી તા. ૧૮ થી શરૂ કરવામાં આવી છે. જે ગામો ગામ ફરી તા. ૨૨ ઓકટોબરના અમદાવાદ સાબરમતી રીવર ફ્રન્ટ ખાતે સમાપન પામશે.

 દરમિયાન આ રેલી આજે તા.૨૨ ના રાજકોટ આવી પહોંચી છે. કાગદડી, ગવરીદડ, બેડી ચોકડી, ગ્રીનલેન્ડ ચોકડી, પારેવડી ચોક, વિજયનગર, થોરાળા, ૮૦ ફુટ રોડ, ગ્રીનલેન્ડ ચોકડી, ભકિતનગર સર્કલ, એસ.ટી. વર્કશોપ, મવી ચોકડી, લક્ષ્મીપૂર્ણીમા સોસાયટી, રાજનગર ચોક, ડો. આંબેડકરનગર, નાનામવા, કાલાવડ રોડ થઇ રૈયા ધાર ખાતે પહોંચશે.

રૈયાધારના રાણીમા રૂડીમાં ચોકમાં સાંજે ૭ થી ૧૦ મહાસભા રાખેલ છે. અનુ.જાતિ અગ્રણી અમરશીભાઇ મકવાણાના હસ્તે દીપપ્રાગટ કરાશે. અતિથિ તરીકે આદીવાસી યુવા સંગઠનના વિરાજભાઇ રાઠોડ, દેવેન્દ્રભાઇ કોલી, ઓબીસી આંદોલનના અગ્રણી કરણાભાઇ માલધારી, મેર અગ્રણી મનીષભાઇ ઓડેદરા, માજી તા.પ્રમુખ બાબુભાઇ ડાભી, પટેલ અગ્રણી મણીભાઇ પટેલ, પ્રો. રમેશભાઇ ડાંગર, ડો. ધર્મેશ પટેલ, ડો. દિલાવર, ડો. રાહુલ ગોંડલીયા, વિપુલભાઇ જાદવ, અરવિંદભાઇ સરવૈયા વગેરે ઉપીસ્થત રહેશે.

તસ્વીરમાં કાર્યક્રમોની અકિલા કાર્યાલયે વિગતો વર્ણવતા રમેશભાઇ દાફડા, ભીમજીભાઇ સિંધવ, બીપીનભાઇ સોલંકી, કાનજીભાઇ સોલંકી, રાજુભાઇ પરમાર, મૌલેશ મકવાણા, રાહુલ દાફડા, અજય રાઠોડ નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા) (૧૬.૪)

(3:46 pm IST)
  • સુરેન્દ્રનગર નર્મદા વિભાગે આપેલી સિંચાઈ માટેની પાણીની ભૂગર્ભ લાઈનો તૂટી:ખેડૂતોનાં ખેતરો પાણી ભરાયા: નર્મદા સિંચાઈનું પાણી ખેડૂતોનાં ખેતર જતા પાકને નુકશાન:લખતર તાલુકાનાં ભાલાળા ગામના ખેડૂતોના ખેતરમાં પાણી ભરાયા:સિંચાઈનું પાણી વેડફાયું ખેડૂતો કરી સિંચાઈ વિભાગના જાણ : તંત્ર નથી ફરક્યું access_time 10:45 pm IST

  • બોરસદ તાલુકાના અલારસા ગામની ચિભડીયાપુર સીમમાં યુવતીની હત્યા કરાયેલ મળી લાશ : યુવતીની લાશ નગ્ન હાલતમાં મળતા રેપ વિથ મર્ડરની આશંકા:હાલ બોરસદ પોલીસે યુવતીની લાશને પેનલ ડોક્ટર થી પીએમ માટે કરમસદ હોસ્પિટલ ખસેડી :અજાણ્યા હત્યારાને શોધવા ચક્રોગતિમાન કર્યા access_time 10:45 pm IST

  • રાજકોટ -ભાવનગર હાઇવે પર મોલિયા મહીંકા ગામના પાટિયા પાસે ખેડુતોનો વિરોધ: SPG ગ્રુપ અને ખેડૂતો દ્વારા હાઇવે પર ચક્કાજામ કરી શાકભાજી ફેંક્યા:છેલ્લા ઘણા સમયથી ખેડૂતોને શાકભાજી ના યોગ્ય ભાવ ન મળતા સરકાર સામે વિરોધ કરાયો :ખેડૂતોએ ગ્રામ્ય વિસ્તારમાં રોડમાં પડેલ ખાડા શાકભાજીથી પૂર્યા access_time 10:13 pm IST