Gujarati News

Gujarati News

News of Saturday, 22nd September 2018

સમસ્ત બ્રહ્મ પરિવારો માટે ''બ્રહ્મસંગમ નવરાત્રી મહોત્સવ''

બ્રહ્મસંગમ સંસ્થા દ્વારા આ વખતે ગંગોત્રીપાર્ક મેઇન રોડ ઉપરના મેદાનમાં આયોજનઃ ૪૫ હજાર વોટની સાઉન્ડ સિસ્ટમઃ ખેલૈયાઓને દરરોજ ઇનામોથી નવાજાશે

રાજકોટ તા.૨૨: બ્રહ્મપરિવારો માટે સતત જાગૃત અને સર્વાગી વિકાસ માટે કાર્યરત બ્રહ્મસંગમ સંસ્થા દ્વારા બ્રહ્મપરિવારો માટે ચાલુ વર્ષે ''બ્રહ્મસંગમ નવરાત્રી મહોત્સ્વ-૨૦૧૮''નું આગમી તા. ૧૦ થી તા. ૧૮ ઓકટોબર સુધી ગંગોત્રી પાર્ક મેઇન રોડ ઉપરનું ગ્રાઉન્ડ, બીટી સવાણી હોસ્પિટલ સામેનો રોડ યુનિવર્સિટી રોડ, રાજકોટ ખાતે યોજવામાં આવશે.

બ્રહ્મસંગમ સંસ્થાના પ્રમુખ શ્રી ઇન્દ્રનીલભાઇ રાજગુરુની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ છેલ્લા સાત વર્ષથી પારિવારિક વાતાવરણમાં બ્રહ્મપરિવારની એકતા, સંગઠન અને ભાતૃભાવના કેળવવા તેમજ બ્રહ્મખેલૈયાઓને એક સાંસ્કૃતિક કાર્યક્રમ માટે પ્લેટફોર્મ પુરૂ પાડવાના ભાગરૂપે નવરાત્રી મહોત્સવ યોજવામાં આવે છે.

બ્રહ્મસંગમના પ્રમુખ શ્રી ઇન્દ્રનીલભાઇ રાજગુરુ, ડો. શરદભાઇ રાજગુરુ, ધીરૂભાઇ મહેતા, રાજુભાઇ જોશી, અશોકભાઇ દવે, સુરેશભાઇ મહેતા, બીપીનભાઇ દવે, રસિકભાઇ ભટ્ટ, લલીતભાઇ ધાંધિયા, તૃપ્તિબેન જોશી, શૈલેષભાઇ મહેતા, દિલીપભાઇ દવે, જયેશભાઇ પંડયા, ડી.આર. દવે, વિગેરેની સમિતિની રચનામાં કન્વીનર તરીકે શ્રી લલીતભાઇ ધાંધિયાની વરણી કરાયેલ છે.

દરરોજ પ્રિન્સ-પ્રિન્સેસ, વેલડ્રેસ, વેલકિડસ વિવિધ વયજૂથના ઉત્કૃષ્ઠ રમતા ખેલૈયાઓને ઇનામ, વેલઆરતી, ટેટૂ, ચાંદલો, ગરબા સુશોભન, દાંડીયા શણગાર વિગેરે પ્રકારના ૧૭ જેટલા ઇનામો ૧ થી ૩ માં આવતા વિજેતાઓને આપવામાં આવશે. અંતિમ દિવસે ખેલૈયાઓ વચ્ચે મેગા ફાઇનલ ઇવેન્ટ યોજવામાં આવશે. ત્યારબાદ ખેલૈયાઓને એક દિવસ માટે નીલસીટી કલબમાં રમવા માટે તક આપવામાં આવશે.

ખેલૈયાઓને રમવા માટે પાસ માટેના નિયત ફોર્મ-રજીનું  (૧) જોશી મંડપ સર્વિસ, એસ. કે. ચોક, ગાંધીગ્રામ મો. નં. ૯૮રપ૪ ૧૬૭પ૪, (ર) શૈલેષભાઇ મહેતા (મહાદેવ), સહજ કોમ્પ્લેકસ, બજરંગવાડી, દુકાન નં. ૧૦, રાજકોટ, મો. ૯૯૧૩૩ ર૧૩૩૦, (૩) ભાનુ જનરલ સ્ટોર્સ, ધર્મભકિત હોલની બાજુમાં સહકાર મેઇન રોડ, ભાસ્કરભાઇ મહેતા મો. ૯૪ર૬૯ ૮૦૮૩પ, (૪) શ્રીગાર બ્યુટી પાર્લર, 'શિવ' નવી પપૈયાવાડી, શેરી નં. પ, સાગર હોલની બાજુમાં ગોંડલ રોડ, જીજ્ઞેશભાઇ દવે મો. ૯૮૭૯પ ૭૦૮૮૮ (પ) બ્રહ્મપ્રેરણા મેરેજ બ્યુરો ભુતખાના ચોક, લોધાવાડ પોલીસ ચોકી સામે, સુયોગ બિલ્ડીંગ, અશોકભાઇ દવે ૯૮રપર ર૪૦૭૯ (૬) સદ્ગુરૂ ડેરી ફાર્મ ઓડીસી ટાવર સામે, એપલ કોમ્પ્લેકસ, શકિતનગર મેઇન રોડ, કાલાવડ રોડ, વિમલભાઇ મહેતા મો. ૯૮રપ૯ ૬ર૯૩૭. (૭) ટુ ડે ટેકનોલોજી સોજીત્રા માર્કેટ, રૈયા રોડ, રાજકોટ અમિત માઢક ૯૯૧૩પ ૪૩૬ર૦, (૮) મહાદેવ પાન એન્ડ કોલ્ડ્રીંક વેજાગામ રોડ, રૈયા ગામ, દિનેશભાઇ ભુટક મો. ૯૭ર૬પ ૦૪૭પ૭ , (૯) શિવમ આઇસ્ક્રીમ પાર્લર પ્રેમ મંદિર પાસે, રવિ પાર્ક સોસાયટી, બગીચા સામે, કાલાવડ રોડ, ભરતભાઇ ભુટક મો. ૯૪૨૭૨ ૨૨૩૩૫

કપલ પાસ રૂ. ૭૦૦, જેન્ટસ સિંગલ રૂ.૪૦૦, લેડીઝ રૂ. ૩૫૦ રાખેલ છે.

ફોર્મ ભરીને પરત કરવા માટે બ્રહ્મસંગમ સંસ્થાના કાર્યાલય 'સ્ટેસકોમ્પલેક્ષ (બીજોમાળ), ૨૧/રર (કોર્નર) ન્યુજાગનાથ એપાર્ટમેન્ટ, મહાકાળી મંદિર રોડ,'રોયલ કેશર' એપાર્ટમેન્ટ સામે, રાજકોટ (ફોન નં. ૦૨૮૧-૨૪૬૩૨૪૭) ખાતે સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

આ નવરાત્રી મહોત્સવ ઉજવણી સમિતિના કન્વીનર શ્રી લલીતભાઇ ધાંધિયા, ગીરધરભાઇ જોશી, મહેન્દ્રભાઇ જોશી, અશોકભાઇ જોશી, અમિતભાઇ માઢક, જયેશભાઇ પંડયા, જીગ્નેશભાઇ દવે, શૈલેશભાઇ મહેતા, મનીષભાઇ બામટા, વિજયભાઇ ઝુંડાળા, પ્રકાશભાઇ પંડયા, શૈલેષભાઇ જોશી, જગદીશભાઇ જોશી તેમજ મહિલા પાંચખા સભ્યો વિગેરે જહેમત ઉઠાવી રહેલ છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા) (૧.૨૩)

(3:44 pm IST)