Gujarati News

Gujarati News

News of Saturday, 22nd September 2018

રીઢા ગુનેગાર શકિત ઉર્ફ ટબૂડીને પાસામાં ધકેલી દેતાં પોલીસ કમિશ્નર

૩૯થી વધુ ગુનામાં સંડોવાયેલો શખ્સ સુરત જેલહવાલે

રાજકોટ તા. ૨૨: પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે વધુ એક ગુનેગારને પાસા તળે જેલમાં ધકેલી દીધો છે. તાજેતરમાં ચિલઝડપના ગુનાઓમાં પકડાયેલા અને અગાઉ લૂંટ, ચોરી, ચિલઝડપ સહિતના ૩૯ ગુનાઓમાં સંડોવાઇ ચુકેલા ભાનવરગર રોડ મનહરપરા-૭ના શકિત ઉર્ફ ટબુડી વિનુભાઇ સોલંકી (ઉ.૩૫)ને પાસા તળે સુરત જેલમાં ધકેલી દેવાયો છે.

પાસાની કામગીરીમાં ભકિતનગર પી.આઇ. વી. કે. ગઢવી, હેડકોન્સ. નિલેષભાઇ મકવાણા, ઘનશ્યામભાઇ તેમજ પીસીબીના પી.આઇ. એમ. ડી. ચંદ્રવાડીયા, પીએસઆઇ વી. જે. જાડેજા, હેડકોન્સ. શૈલેષભાઇ રાવલ, રાજુભાઇ, અજયભાઇ શુકલા, ઇન્દ્રજીતસિંહ, અશ્વિનગીરી સહિતના જોડાયા હતાં. (૧૪.૧૨)

(3:44 pm IST)