Gujarati News

Gujarati News

News of Saturday, 22nd September 2018

વાહનચોરી, ચિલઝડપ અને બસમાંથી ચોરી કરનાર બે શખ્સને ઝડપી લેવાયા

ક્રાઇમ બ્રાંચના પીએસઆઇ મહાવીરસિંહ ઝાલા અને ટીમને સફળતા

રાજકોટ તા. ૨૨: ક્રાઇમ બ્રાંચે મુળ કાલાવડ મીઠીવીડીના અને હાલ મોટા મવા પાસે ઝૂપડામાં રહેતાં પ્રકાશ જેરામભાઇ વાઘેલા (દેવીપૂજક) (ઉ.૨૦) તથા મુળ ભુગુપુર (ચુડા)ના અને હાલ મોટા મવા શનીવારી ભરાય છે ત્યાં રહેતાં દિલીપ ઉર્ફ કૂકો લવીંગભાઇ મંદુરીયા (દેવીપૂજક) (ઉ.૧૯)ને મોટા મવા ગામ પાસેથી ચોરાઉ હોન્ડા સાથે પકડી લઇ આકરી પુછતાછ કરતાં વધુ બે ગુનાના ભેદ ઉકેલાયા હતાં.

બાતમી પરથી આ બંનેને ૨૫ હજારના બાઇક સાથે પકડી લેવાયા હતાં. પુછતાછ થતાં આ બાઇક એ-ડિવીઝન પોલીસની હદ સોની બજારમાંથી થોડા દિવસ પહેલા ચોરી કર્યાનું કબુલતાં બંનેની ધરપકડ કરી વધુ તપાસ કરવામાં આવતાં બંનેએ નવેક દિવસ પહેલા આ ચોરાઉ બાઇકનો ઉપયોગ કરી કાલાવડ રોડ રાણી ટાવર પાસે મોબાઇલ ફોનની ચીલઝડપ કરી હોવાનું તથા ત્રણેક દિવસ પહેલા દિલીપે લીંબડી બસ સ્ટેશન ખાતે એક બસમાંથી મોબાઇલ ફોન અને ચાંદીની લક્કી ચોરી હોવાનું કબુલ્યું હતું.

પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, જેસીપી સિધ્ધાર્થ ખત્રી, ડીસીપી રવિકુમાર સૈની, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ક્રાઇમ જયદિપસિંહ સરવૈયા અને પી.આઇ. એચ. એમ. ગઢવીની રાહબરીમાં પીએસઆઇ મહાવીરસિંહ બી. જાડેજા, એએસઆઇ જયદિપસિંહ રાણા, હેડકોન્સ. પ્રતાપસિંહ ઝાલા, ફિરોઝભાઇ શેખ, યોગેન્દ્રસિંહ જાડેજા, હરદેવસિંહ જાડેજા, સંજયભાઇ દાફડા, યોગીરાજસ્િંહ જાડેજા, સોકતખાન ખોરમ, અમીતભાઇ ટુંડીયા સહિતના પેટ્રોલીંગમાં હતાં ત્યારે સંજયભાઇ, યોગેન્દ્રસિંહ અને અમીતભાઇની બાતમી પરથી આ કામગીરી થઇ હતી. (૧૪.૧૪)

(3:43 pm IST)