Gujarati News

Gujarati News

News of Saturday, 22nd September 2018

'પ્રિન્સ ઓફ કૈલાશ'ને ધરાવાઇ પંજાબી, ચાઇનીઝ અને કાઠીયાવાડી વાનગીઓ

રાજકોટ : ધર્મ રક્ષક પરિષદ આયોજીત 'પ્રિન્સ ઓફ કૈલાશ' ગણેશ મહોત્સવમાં બાળકો દ્વારા મ્યુઝીકલ પાર્ટીના માધ્યમથી ગણપતિ દાદાના ગીતો રજૂ કરવામાં આવ્યા હતાં. દાદાને છપ્પન ભોગ (અન્નકોટ) ધરવામાં આવેલ. ચાઇનીઝ આઇટમમાં મનસુચરીયન, નુડલ્સ, ચાઇનીઝ ભેળ, પંજાબી શબ્જી, દાલફ્રાય-જીરા ચાઇસ, હૈદરાબાદી બીયરયાની, નાન, બટર રોટી, બટર પરોઠા, સાઉથ ઇન્ડીયનમાં ઉતપમ, ઇડલી, મેંદુવડા, મસાલા ઢોસા, મેસૂર ઢોસા, ઝમ્બો પ્લેન ઢોસા, ચટણી, સંભાર, કાઠીયાવાડીમાં ઓળો, ભાજી, રોટલો, છાશ, પાપડી, કઢી, ખીચડી, દેશી શીરો, તાવો-ચાપડી, ફાસ્ટ ફુડમાં હોટડોગ, ગારવીક બ્રેડ, જંગલી સેન્ડવીચ, વડાપાઉં, પીઝા, બ્રગર, વડાપાઉં, પાણીપુરી, સેન્ડવીચ, પાઉં-ભાજી જેવી વાનગીઓ તેમજ લીલા શાકભાજી, ફળ-ફુટ, લીલા નાળીયેર, મારકેટમાં વહેચાતા નમકીનના પડીકા, કોલડ્રીંકસ, બ્રીસલેરી પાણીની બોટલ, ફરસાણ, મીઠાઇઓ, આઇસ્ક્રીમ, શેક, ફુટ શેક, બીસ્કીટ, ચોકલેટ, પીપર સહિતની વાનગીઓ ગણપતિ દાદાને ધરાવાઇ હતી. આજે રાતે ૯ વાગ્યે ભકિતનગર સર્કલ ખાતે રાસ મહોત્સવનું આયોજન કરેલ છે. આવતીકાલે બપોરે ૧ વાગ્યે વિસર્જન યાત્રા રાખેલ છે. સમગ્ર ગણેશ મહોત્સવને સફળ બનાવવા ધર્મ રક્ષક પરિષદના ગૌતમ ગોસ્વામી અને વિજય ગોસ્વામીની આગેવાની હેઠળ પરિષદના સભ્યો વ્યવસ્થા સંભાળી રહ્યા છે. ગણપતિ દાદાની આરતીમાં રાજકોટના ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. વોર્ડ નં.૧રના ભાજપ પ્રમુખ યોગરાજસિંહ જાડેજા, રૂપેશભાઇ ડોડીયા, સુરેશભાઇ રામાણી, અનિરૂદ્ધસિંહભાઇ ધાંધલ, જયપાલભાઇ બરીયા, મેહુલભાઇ પટેલ, તેમજ મહીલા આગેવાન શોભનાબેન ચૌહાણ, રાજેશ્વરબેન પાટડીયા, જયશ્રીબેન ડોડીયા સહિતના હાજર રહ્યા હતાં. (૮.૧પ)

 

(3:41 pm IST)
  • રાજયના પાટનગર ગાંધીનગર અને અમદાવાદ પંથકમાં ધોધમાર વરસાદ:10 ફૂટ દુરનું કઈ દેખાતુ નથી access_time 9:14 pm IST

  • કર્ણાટક ભાજપે મુખ્યમંત્રી એચડી કુમારસ્વામી પર દેશદ્રોહીનો આરોપ લગાવ્યો અને ભગવા પાર્ટી વિરુદ્ધ લોકોને વિદ્રોહ કરવાની ટિપ્પણીને લઇને કાર્યવાહી કરવા માંગ કરી :પોલીસ વડા નીલમણી એન,રાજુને ફરિયાદપત્ર સોંપ્યો ;ભાજપ દ્વારા મુખ્યમંત્રી પર આરોપ લગાવી કાર્યવાહી કરવા માંગણી access_time 1:11 am IST

  • સુરતના કામરેજ તાલુકાના કઠોરમાં જાહેરમાં તલવારો ઉછાળી: મેપલ વિલા પાસે બે પક્ષો જમીનના પ્લોટના વિવાદને કારણે આમને સામને :જાહેર રસ્તા પર એકબીજા સાથે દાદાગીરી : તલવારો ઉછળતા સ્થાનીકોમાં ફફડાટનો માહોલ ફેલાયો access_time 9:16 pm IST