Gujarati News

Gujarati News

News of Saturday, 22nd September 2018

રામનાથપરામાં કલાત્મક તાજીયાનાં દર્શન કરતાં શહેર ભાજપ પ્રમુખ મીરાણી

 મહોરમના પવિત્ર તહેવાર નિમિતે શહેરભરમાં મુસ્લીમ સમાજ દ્વારા શહેરના અનેક વિસ્તારોમાં કલાત્મક અને રંગદર્શી તાજીયાનું નિર્માણ કરાયું હતું. ગુરૂવારની રાત્રે તાજીયા માતમભેર વિવિધ વિસ્તારોમાં ફર્યા હતા. મુખ્ય ઝુલુસ અને તાજીયાના દર્શનાર્થે બહોળી સંખ્યામાં શહેરીજનો ઉમટી પડયા હતા. આ અંતર્ગત શહેરના વોર્ડ નં.૭માં આવેલ રામનાથપરા વિસ્તારમાં હુસેની ચોક ખાતે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી સહીતના ભાજપ અગ્રણીઓએ તાજીયા કમિટિની મુલાકાત લીધી હતી. આ તકે શહેર ધારાસભ્ય અરવીંદ રૈયાણી, ડે.મેયર અશ્વીન મોલીયા, ભાજપ કોષાધ્યક્ષ અનિલભાઇ પારેખ, શહેર ભાજપ કાર્યાલય મંત્રી હરેશભાઇ જોશી, કોર્પોરેટર કશ્યપ શુકલ, અજય પરમાર, મીનાબેન પારેખ, સુરેન્દ્રસિંહ વાળા, રાજુભાઇ સોની, કિરીટ ગોહેલ, દોલતભાઇ, સંદીપ ડોડીયા, મયંક પાઉં, ચંદ્રેશ પરમાર, ભાવીન ગોટેચા, કાળુભાઇઓડ, જયદેવભાઇ, પંડયાભાઇ, જયુભાઇ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ તાજીયા કમિટિના પ્રમુખ તેમજ ગુજરાત અલ્પસંખ્યક નાણાનિગમના ડાયરેકટર આસીફ સલોત, શહેર ભાજપ લઘુમતી મોરચાના પ્રમુખ હારૂનભાઇ શાહમદાર, મહામંત્રી વાહીદભાઇ સમા, ઇલુભાઇ, રજાકભાઇ, જામનગરી, સોહીલ કાબરા, નીઝામ હોથી, બાબાખાન, રાજુભાઇ દલવાણી, હારૂનભાઇ શેખ, મજીદભાઇ, મોહસીનભાઇ, ભુજુભાઇ, તૌફીકભાઇ, અશરફભાઇ, સોહેલભાઇ, રજાકભાઇ અગવાન સહીતના લઘુમતી અગ્રણીઓએ ઉપસ્થિત ભાજપ અગ્રણીઓને આવકાર્યા હતા. તે વખતની તસ્વીરો.(૨૩.૧૨)

(3:38 pm IST)
  • સુરત:ઓલપાડમાં નિવૃત મામલતદારની આત્મહત્યાનો મામલો :આપઘાત કરનાર કાંતિ પટેલ પાસેથી 14 પાના ની સુસાઇડ નોટ મળી આવી :સુસાઇડ નોટમાં કુટુંબીજનો તેમજ અન્યો દ્વારા માનસિક ત્રાસ આપવામાં આવતો હોવાનો ઉલ્લેખ :23 લોકો સામે આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો ઓલપાડ પોલીસ મથકે નોંધાયો :પોલીસે સુસાઇડ નોટ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી : ઘરના પાછળના ભાગે પાર્કિંગમાં ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો access_time 10:45 pm IST

  • બોરસદ તાલુકાના અલારસા ગામની ચિભડીયાપુર સીમમાં યુવતીની હત્યા કરાયેલ મળી લાશ : યુવતીની લાશ નગ્ન હાલતમાં મળતા રેપ વિથ મર્ડરની આશંકા:હાલ બોરસદ પોલીસે યુવતીની લાશને પેનલ ડોક્ટર થી પીએમ માટે કરમસદ હોસ્પિટલ ખસેડી :અજાણ્યા હત્યારાને શોધવા ચક્રોગતિમાન કર્યા access_time 10:45 pm IST

  • રાજકોટ -ભાવનગર હાઇવે પર મોલિયા મહીંકા ગામના પાટિયા પાસે ખેડુતોનો વિરોધ: SPG ગ્રુપ અને ખેડૂતો દ્વારા હાઇવે પર ચક્કાજામ કરી શાકભાજી ફેંક્યા:છેલ્લા ઘણા સમયથી ખેડૂતોને શાકભાજી ના યોગ્ય ભાવ ન મળતા સરકાર સામે વિરોધ કરાયો :ખેડૂતોએ ગ્રામ્ય વિસ્તારમાં રોડમાં પડેલ ખાડા શાકભાજીથી પૂર્યા access_time 10:13 pm IST