Gujarati News

Gujarati News

News of Thursday, 22nd August 2019

પરિણિતાની ફરીયાદમાં પતિની સ્ત્રી મિત્ર સામેની ફરીયાદ ચલાવવા સામે હાઇકોર્ટનો સ્ટે

રાજકોટ, તા.રર : પતિની સ્ત્રી મિત્રની સામે આઇ.પી.સી. કલમ ૪૯૮(ક)ની પત્નીએ કરેલ ફરીયાદમાં ગુજરાત હાઇકોર્ટે ફરીયાદ ચલાવવા સામે સ્ટે હુકમ કરેલ છે.

રાજકોટની જયોતિ ગાંડુભાઇ પાંચાભાઇ વસોયા વા/ઓ ભરતભાઇ પાનસુરી રહે. બેડીપરા ચોરા પાસે, પાંભર શેરી, રાજકોટવાળાએ પોતાના તિ (૧) ભરતભાઇ કાનુભાઇ પાનસુરીયા (ર) કનુભાઇ પાનસુરીયા સસરા (૩) શાંતાબેન પાનસુરીયા સાસુ (૪) નીલેશ પાનસુરીયા દેવર (પ) વર્ષાબેન પાનસુરીયા દેરાણી (૬) રજનીબેન ગૌરીશંકર મેવાણી (પતિની મિત્ર) રહે. જેતપુર વાળાની સામે રાજકોટ મહીલા પો.સ્ટેશનમાં વર્ષ ર૦૧૦માં આઇ.પી.સી.ની ૪૯૮ (ક), ૩ર૩,  પ૦૪,પ૦૬ (ર) અને ૧૧૪ તથા દહેજ પ્રતિબંધ ધારાની કલમ ૩ અને ૭ મુજબ ફરીયાદ કરી હતી.

વિશેષમાં ફરીયાદી જયોતિબેનએ ફરીયાદમાં જણાવેલ કે, મારા પતિ મને અવાર નવાર કહેતા કે જેતપુરમાં રહેતી રંજની ગૌરીશંકર મેવાણી (સીંધી) અમારા પતિની  સ્ત્રી મિત્ર છે તે પણ રસ્તામાં અમોને ભેગી થતી ત્યારે છુટાછેડા આપી દેવા માટે કહેતી હતી આવી ફરીયાદ ફરીયાદી જયોતિ ગાંડુભાઇ પાંચાભાઇ વસોયા વા/ઓ ભરતભાઇ પાનસુરીએ રાજકોટમાં મહિલા પો.સ્ટેશનમાં નોંધાવેલી હતી.

ત્યારબાદ પોલીસ અમલદારએ આરોપીની ધરપકડ કરી કોર્ટમાં ચાર્જશીટ રજુ કરેલ અને ત્યારબાદ કોર્ટમાં કેસ ચાલવા ઉપર આવતા પતિની મિત્ર રજનીબેન ગૌરીશંકર મેવાણીએ ગુજરાત હાઇકોર્ટમાં સી.આર.પી.સી.ની કલમ ૪૮રની નીચે ફરીયાદ રદ કરવા બાબતે પીટીશન ફાઇલ કરીને ગુજરાત હાઇકોર્ટને જણાવેલ કે, સદરહું કેસમાં મહિલા પોલીસ સ્ટેશનના અમલદાર દ્વારા તથા હાલના ફરીયાદ જયોતિબેન ગાંડુભાઇએ અમો રજનીબેન મેવાણીની સામે ખોટી રીતે આરોપી  જોડેલ છે. આઇ.પી.સી.ની કલમ ૪૯૮(ક) મુજબ સ્ત્રીના પતિ અથવા પતિના સગા દ્વારા સ્ત્રી ઉપર ક્રુરતા (ત્રાસ) આપેલ હોય તેવા વ્યકિતઓની સામે ફરીયાદ થઇ શકે છે. હાલના કેસમાં રજનીબેન મેવાણી ફરીયાદના પતિના સગા કે વહાલા નથી જેથી ફરીયાદ મુજબના આક્ષેપો જોતા હાલનો કેસ રજનીબેન સામે ખોટી રીતે રાગદ્વેશ રાખીને કરેલ છે.

ગુજરાત હાઇકોર્ટએ રજનીબેન મેવાણી રજુઆતને ધ્યાને લઇને રાજકોટ મહિલા પોલીસ સ્ટેશનએ કરેલ ચાર્જશીટના ફોજદારી કેસને સ્ટે કરતો હુકમ ફરમાવેલ છે.

આરોપી રજનીબેન મેવાણી તરફે ગુજરાત હાઇકોર્ટના એડવોકેટ જલકભાઇ પીપળીયા તથા રાજકોટના એડવોકેટ સંજયભાઇ એચ. પંડયા, મનિષ એચ. પંડયા, નિલેશ ગણાત્રા, રવિભાઇ ધ્રુવ, ભૂપેન્દ્રસિંહ જાડેજા તથા ઇરશાદ શેરસીયા તથા વિજયસિંહ જાડેજા અને જયદેવસિંહ ચૌહાણ રોકાયા હતાં.

(4:16 pm IST)