Gujarati News

Gujarati News

News of Thursday, 22nd August 2019

રોગચાળો કાબુમાં લેવા પછાત વિસ્તારોમાં મેડીકલ કેમ્પ યોજતુ તંત્રઃ ૪૫૦ દર્દીઓની સારવાર

રાજકોટઃ શહેરમાં તાવ, શરદી, ડેંગ્યુ, મેલેરિયા સહિતનો મચ્છરજન્ય, પાણીજન્ય રોગચાળો વકરી રહ્યો છે તેને કાબુમાં લેવા મ્યુ. કોર્પોરેશન દ્વારા પછાત વિસ્તારોમાં મેડીકલ કેમ્પ યોજીને લોકોને વિનામૂલ્યે દવા અને સારવાર આપવામાં આવી રહી છે જે તસ્વીરમાં દર્શાય છે. આ અંગે મેયર બીનાબેન આચાર્ય, સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન ઉદય કાનગડ અને આરોગ્ય સમિતિના ચેરમેન જયમીન ઠાકરે વિસ્તૃત વિગતો આપતા જણાવેલ કે છોટુનગરમાં મેડીકલ કેમ્પ યોજી ૨૦૨ દર્દીઓને તથા પોપટપરા મિયાણાવાસમાં ૧૧૨ દર્દીઓને અને ભગવતી મિયાણાવાસમાં ૧૨૮ દર્દીઓ મળી કુલ ૪૫૦ જેટલા દર્દીઓને તપાસી વિનામૂલ્યે દવાઓ અપાયેલ જ્યારે આજે સાંજે રૈયાધાર અને લલુળી વોંકળીમાં મેડીકલ કેમ્પ યોજાશે.

(4:15 pm IST)