Gujarati News

Gujarati News

News of Thursday, 22nd August 2019

શકિત યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમીની ઉજવણીઃ ૨૧ ફૂટના હિંડોળા દર્શન ખુલ્લા મુકાયા

રાજકોટઃ શકિત તુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી નિમિતે આયોજન કરવામાં આવ્યું છે. જે અન્વેય મવડી મેઈન રોડ પર ૨૧ ફૂટના હિંડોળા દર્શન ખુલ્લા મુકતા ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, વોર્ડ નં.૧૩ના કોર્પોરેટર નીતિનભાઈ રામાણી, રાજકોટના ડી.સી.પી. મનોહરસિંહ જાડેજા, પૂર્વ કોર્પોરેટર હરિભાઈ ડાંગર, વોર્ડ નં.૧૩ પ્રભારી રાજુભાઈ બોરીચા, પ્રમુખ હસુભાઈ ચોવટિયા, મહામંત્રી પ્રવિણભાઈ રાઠોડ, યોગેશભાઈ ભુવા, માલવીયાનગર પોલીસ સ્ટેશનના પી.આઈ. શ્રી ચુડાસમા, પી.એસ.આઈ. શ્રી જોગરાણા, જગદીશભાઈ અકબરી, અશોકભાઈ ભરવાડ, શૈલેશભાઈ ડાંગર, સુરેશભાઈ રાઠોડ, રમેશભાઈ બાલસરા, અજીતભાઈ ડાંગર, અશ્વિનભાઈ જળુ, નીરવભાઈ રાયચુરા, જોષી અદા, ગોવિંદભાઈ ટોયટા, કીર્તિભાઈ ખુમાણ, ધીરુભાઈ તરાવિયા તેમજ બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. આયોજનમાં શકિત યુવા ગ્રુપના મેમ્બરો અશોકભાઈ ભરવાડ, શૈલેશભાઈ ડાંગર, જગદીશભાઈ અકબરી (એસ.એસ.મીઠાઈ) મુન્નાભાઈ ભરવાડ, પ્રફુલભાઈ કગથરા, આશિષ પટેલ, જાનીભાઈ, મહાવીરભાઈ ખુમાણ, બાલાભાઈ વાંજા, સુરેશભાઈ રાઠોડ, રમેશભાઈ બાલસરા, નવનીતભાઈ જાદવ, અશ્વિનભાઈ જળુ, વિજયભાઈ વીરડીયા, અજીતભાઈ ડાંગર, શકિત યુવા ગ્રુપની સમગ્ર ટીમ જહેમત ઉઠાવી હતી.

(4:01 pm IST)
  • FPIના નિયમો હળવા થતા શેરબજારમાં રોનક આવી જશે? સેબીએ એફપીઆઇ માટેના નિયમો હળવા કરતા શેર બજારોને નવું જોમ મળશે તેમ માનવામાં આવે છે. સેબીએ એનબીએફસી અને હાઉસીંગ ફીનાન્સ કંપનીઓની સબસીડીયરી ધરાવતી કંપનીઓ માટે બાયબેકના નિયમો હળવા કર્યા છે. વિદેશી રોકાણકારો માટે નિયમો હળવા કરતા શેર બજારને મોમેન્ટમ મળશે તેમ મનાય છે access_time 11:17 am IST

  • અમૂલ દૂધના ભાવમાં લીટરે ૨ રૂ.નો વધારો પશુદાણના ભાવમાં ૧૪૦ રૂ.નો વધારો થતા દૂધના ભાવો વધ્યા : અમૂલ તાઝા દૂધ હવે ૪૩ રૂ. અને અમૂલ ગોલ્ડ દૂધ ૫૨ રૂ. લીટર મળશે : પ્રતિ લીટર બે રૂ.નો ભાવ વધારો : સુમુલ ડેરીએ પણ દૂધના ભાવ વધાર્યા access_time 6:29 pm IST

  • નોર્થ વેસ્ટ લંડનમાં આવેલું આંબેડકર મ્યુઝિયમ આવતા મહિનાથી બંધ થશે : મહારાષ્ટ્ર સરકારે 3 મિલિયન પાઉન્ડની કિંમતે ખરીદેલા મ્યુઝિયમ માટેના બિલ્ડિંગનું ઉદ્ધઘાટન શ્રી નરેન્દ્ર મોદીએ કર્યું હતું : ડો.આંબેડકર 1920 ની સાલમાં અભ્યાસકાળ દરમિયાન આ બિલ્ડિંગમાં રહ્યા હતા : મ્યુઝિયમને નામંજુરી આપવાના કેમડેમ કાઉન્સિલના નિર્ણય વિરુધ્ધ મહારાષ્ટ્ર સરકાર લંડન કોર્ટમાં જશે access_time 8:55 pm IST