Gujarati News

Gujarati News

News of Thursday, 22nd August 2019

મ્યુ. કોર્પોરેશનના કર્મચારીઓને જન્માષ્ટમી ફળી : ૩% મોંઘવારી ભથ્થુ અપાયું

રાજકોટ તા. રર : મ્યુ.કોર્પોરેશનના ચાલુ ફરજપરના અને નિવૃત કર્મચારીઓનુ ૩% મોંઘવારી ભથ્થુ આપવાનો પ્રારંભ થતા કર્મચારીઓને જન્માષ્ટમી ફળી છ.ે

આ અંગે રાજકોટ મહાનગર પાલિકા કર્મચારી પરીષદના હોદ્દેદારો જયેન્દ્ર પંડયા ત્થા દિલીપભાઇ પંડયાની યાદીમાં જણાવાયું છ.ે કે ગુજરાત રાજય સેવા (પગાર સુધારણા) નિયમો ર૦૧૬ હેઠળના પગાર ધોરણો મુજબ તા.પ ફેબ્રુઆરીના સરકારી ઠરાવ અન્વયે રાજય સરકારના કર્મચારીઓને તા. ૧ જુલાઇ ર૦૧૮ ના અસરથી ૯% દરે મોંઘવારી ભથ્થુ આપવાનું મંજુર થતા ગુજરાત સરકારના કર્મચારીઓ અને પેન્શનરોને વર્તમાન તા.૧ જાન્યુઆરીની અસરથી ૩% વધારો થતા ૧ર% મુજબ મંજુર થયેલ છે. આથી હવે કોર્પોરેશનના ચાલુ ફરજ બજાવતા તમામ કાર્મચારીને ૩% મુજબની મોંઘવારીનો લાભ મળશે તથા કોર્પોરેશનમાં પેન્શન મેળવતા તમામ લાભાર્થીઓને પગાર સાથે ૩% મોંઘવારી તા.ર૩ ઓગસ્ટ સુધીમાં બેન્ક એકાઉન્ટમાં જમા થઇ જશે. આમ તહેવારોમાંજ મોંઘવારી ભથ્થું મંજુર થતા કર્મચારીઓમાં આનંદથી લાગણી છવાઇ છે.

(4:00 pm IST)