Gujarati News

Gujarati News

News of Thursday, 22nd August 2019

પટેલ સેવા સમાજ દ્વારા મુખ્યમંત્રી અમૃતમ માં વાત્સલ્ય કેમ્પ

રાજકોટ : મ્યુ. કોર્પો. આરોગ્ય શાખા તથા પટેલ સેવા સમાજ દ્વારા સ્પીડવેલ પાર્ટી પ્લોટ ખાતે 'મુખ્યમંત્રી અમૃતમ માં વાત્સલ્ય કેમ્પ' નું આયોજન કરવામાં આવ્યુ હતુ. પોરબંદર પૂર્વ સંસદ સભ્ય હરીભાઇ પટેલ તથા મંચસ્થ મહાનુભાવોના હસ્તે દીપપ્રાગટય કરી કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. સ્વાગત પ્રવચન આરોગ્ય સમિતિના ચેરમેન જયમીનભાઇ ઠાકરે કર્યાબાદ સમાજના ટ્રસ્ટી અને માનદમંત્રી કિશોરભાઇ ઘોડાસરા, પટેલ પ્રગતિ મંડળના માનદમંત્રી સંજયભાઇ કનેરીયા, ખજાનચી જગદીશભાઇ પરસાણીયા, સમાજના ખજાનચી કાન્તીભાઇ મકાતી, મગનભાઇ વાછાણી, રાજેશ્રીબેન રોજીવાડીયા, હેતલબેન કાલરીયા, નયનાબેન ડાંગરેશીયા, વિનુભાઇ લાલકીયા, રમણીકભાઇ વાછાણીએ જહેમત ઉઠાવી હતી. મેયર શ્રીમતી બીનાબેન આચાર્યએ સ્ત્રીસશકિતકરણની વાત કરી માં અમૃતમ કાર્ડ કઢાવવામાં સંપૂર્ણ સહયોગ આપવા ખાત્રી ઉચ્ચારી હતી. એજ રીતે આરોગ્ય સમિતિના ચેરમેન જયમીનભાઇ ઠાકરે લોકો વધુમાં વધુ કાર્ડ કઢાવી સરકારી યોજનાનો લાભ લ્યે તેવી અપીલ કરી હતી. અમૃતમ કાર્ડ પ્રોજેકટમાં સંપૂર્ણ સહયોગ આપવા  બદલ કૃતજ્ઞતા વ્યકત કરવા આ તકે મેયર બીનાબેન આચાર્યને કિશોરભાઇ ઘોડાસરા અને આરોગ્ય સમિતિના ચેરમેન જયમીનભાઇ ઠાકરને જગદીશભાઇ પરસાણીયાએ સન્માનપત્ર અર્પણ કરી સન્માનીત કર્યા હતા. આ પ્રસંગે ડે. મેયર અશ્વિનભાઇ મોલીયા, વોર્ડ નં.૮ ના કોર્પોરેટર વિજયભાઇ વાછાણી, વોર્ડ નં.૧૦ ના કોર્પોરેટર અશ્વિનભાઇ ભોરણીયા, પટેલ પ્રગતિ મંડળના ઉપપ્રમુખ પ્રવિણભાઇ ગરાળા, શહેર ભાજપ પ્રમુખ અને વોર્ડ નં. ૯ ના કોર્પોરેટર કમલેશભાઇ મીરાણી, ટ્રસ્ટી હરીભાઇ કણસાગરાના હસ્તે અમૃતમ કાર્ડનું વિતરણ કરાયુ હતુ. કાર્યક્રમમાં મ્યુ. કોર્પો. શાસક પક્ષના નેતા દલસુખભાઇ જાગાણી, શહેર ભાજપ મહામંત્રી જીતુભાઇ કોઠારી, સમાજના ટ્રસ્ટી નંદલાલભાઇ માંડવીયા, કારોબારી સભ્ય પરસોતમભાઇ ડઢાણીયા, જમનભાઇ વાછાણી, ઇશ્વરભાઇ વાછાણી વગેરે ઉપસ્થિત રહ્યા હતા. અંતમાં આભારવિધિ કિશોરભાઇ ઘોડાસરાએ કરી હતી. સમગ્ર સંચાલન પ્રો. ડો. જે. એમ. પનારાએ કરેલ. બે કેમ્પમાં મળીને ૮૬૦ પરિવારોએ કાર્ડ કઢાવ્યા હતા.

(3:40 pm IST)