Gujarati News

Gujarati News

News of Thursday, 22nd August 2019

મવડી રોડ, ભીલવાસ, ધરમનગરમાં જન્માટષ્મીનું જાજમરમાન સુશોભનઃ કૃષ્ણની કલાત્મક કૃતિઓ

મુરલીધરની મોહન : રાજકોટ શહેરમાં જશોદાના જાયાના જન્મોત્સવને વધાવવા તડામાર તૈયારી થઇ રહી છે. શ્રી શકિત યુવા ગ્રુપ મવડી મેઇન રોડ પર માલવીયાનગર પોલીસ સ્ટેશનની બાજુમાં ગાય સાથે ગોપાલનું કટઆઉટ, ર૧ ફુટનાં ઝૂલો બનાવવામાં આવ્યો છે. આયોજન માટે જગદીશ અકબરી અશોક ભરવાડ, શૈલેષ ડાંગર, મુન્ના ભરવાડ, મહાવીરભાઇ ખૂમાણ, દાસભાઇ ચૌહાણ, જાનીભાઇ વગેરે કાર્યરત છે. બીજી તસ્વીર રોકડીયા હનુમાન મંદિર, ભીલરાજ ગ્રુપ ભીલવાસની છે. જયાં યોગેશ્વર સ્વરૂપે શ્રી કૃષ્ણના દર્શન થઇ રહ્યા છે. ત્રીજી તસ્વીર (નીચેની હરોળમાં પહેલી) ભીલવાસ, સદર બજારની છે. જયાં બાલા હનુમાન મિત્ર મંડળ દ્વારા સતત ૧૩ માં વર્ષે ઉજવણી થઇ રહી છે. આ વખતે ૧પ ફુટની વાંસળી, લાલાનો હીંડોળો, ૧ર જયોર્તિલીંગ વગેરેનું સર્જન કરવામાં આવ્યુ છે. સંદીપ પરમાર, મયુર કડવાતર, ભાવીન મે, સચિન પરમાર, અંકિત મુલીયાણા, નિલેષ  કડવાતર વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે. છેલ્લી તસ્વીર ૧પ૦ ફુટ રીંગ રોડ, પરના ધરમનગરની છે. ત્યાં કનૈયા યુવા ગ્રુપ દ્વરા ઋષિ વાટીકા સોસાયટીમાં કૃષ્ણ કુટિર અને પર્વતનું સર્જન કરવામાં આવ્યુ છે.જન્માષ્ટમીની રાત્રે નંદોત્સવ ઉજવાશે. (તસ્વીર : અશોક બગથરીયા)

(3:37 pm IST)