Gujarati News

Gujarati News

News of Thursday, 22nd August 2019

મોદી સ્કુલમાં જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી

રાજકોટઃ જન્માષ્ટમીનાં ઉત્સવને મોદી સ્કૂલના વિદ્યાર્થીઓએ ઉમંગ અને ઉત્સાહથી ઉજવ્યો શાળાના પ્રાંગણ જાણે ગોકુળ, મથુરા, વૃંદાવન ઉતરી આવ્યા હોય તેવા દ્રશ્યો નજરે પડયા. શાળાના પ્રિન્સિપાલ, સ્ટાફમિત્રો તથા વાલીશ્રીઓ દ્વારા કાનુડાની આરતી ઉતારીને કાર્યક્રમ શુભ શરૂઆત કરાવી ત્યારબાદ વિદ્યાર્થીઓએ કાનુડાના ગીત મીઠરસ સે ભરે, ગોવિંદા આલા રે, વોહ ક્રિષ્ના હૈ વગેરે ઉપર ડાન્સ, રાસ ગરબા રમ્યા હતા. બાળકોએ પિરામીડ કરીને મટકી ફોડીને 'નંદ ઘેર આનંદ ભર્યો, જય કનૈયા લાલ કી', ગાયને કાનુડાનાં જન્મને વધાવ્યો હતો. બધા જ બાળકો કાન-ગોપી બનીને આવ્યા હતા જાણે આપણે ગોકુળમાં આવ્યા હોય તેવું દ્રશ્ય નજરે પડતુ હતું. કાન-ગોપી જાણે બાળસ્વરૂપમાં નજરપે પડતા હતા. સાથે સાથે વર્ગમાં પણ કૃષ્ણ જન્માષ્ટમી અંતર્ગત અવનવી પ્રવૃતિાઓ કરી હતી. આ પ્રોગ્રામ નિહાળવા વાલીશ્રીઓ પધારેલ તેઓ કાર્યક્રમ ગમેલ હતો. બાળકો નાસ્તામાં પણ તહેવારને અનુરૂપ નાસ્તો લઇ આવ્યા હતા. માખણ, રોટલો, પરોઠા, ભાખરી વગેરે લઇ આવ્યા હતા જે બધાએ સમૂહમાં નાસ્તો કરવાનો આનંદ લીધો હતો. આ ઉજવણીમાં મોદી સ્કૂલના મેનેજીંગ ટ્રસ્ટી ડો.આર.પી.મોદી, પ્રિન્સિપાલશ્રીઓ તથા સ્ટાફ મિત્રોએ હાજરી આપીને જન્માષ્ટમીની ઉમંગપૂર્વક ઉજવણી કરી હતી.

(3:35 pm IST)