Gujarati News

Gujarati News

News of Thursday, 22nd August 2019

હત્યાની કોશીષના ગુનામાં આરોપીની આગોતરા જમીન અરજી રદ કરતી કોર્ટ

રાજકોટ તા ૨૨  : હત્યાની કોશિષના ગુનામાં રમેશ રાણાએ સંભવિત ધરપકડ સામે કરેલ આગોતરા જમીન અરજીને સેશન્સ કોર્ટે નકારી કાઢી હતી.

આ કેસની હકીકત જોઇએ તો નાની અમરેલીના રહીશ ફરીયાદી આંબાભાઇ વડોદરીયા બપોરના ત્રણેક વાગ્યે પોતાની વાડીએ બુલેટ મોટરસાઇકલ લઇ ગયેલ, ત્યાંથી અમરેલી પોતાના ઘરે જતા હતા ત્યારે પાંચાભાઇ ટીંબડીયાની વાડી પાસે પાછળથી કોઇ વાહન આવતું હોય તેમ લાગતા મોટરસાઇકલ સાઇડમાં રાખતા ફરીયાદીને મારી નાખવાના ઇરાદે ફોરવ્હીલ કાર મોટરસાઇકલના પાછળના ભાગેથી ઉપર ચડાવી દેતા, ફરીયાદી તથા મોટરસાઇકલ ફંગોળાઇ ગયેલ અને ગાડી ચાલક મુકેશ મકવાણા તથા ગાડીમાં સવાર રમેશ મકવાણા, તેના પિતા રાણા મકવાણા અને અજાણ્યો માણસ ડસ્ટર કારમાં સવાર હતા, તે વખતે કાર પાછી વાળી ફરીયાદીને ધમકી આપેલ કે, ફરીયાદીને થયેલ ઇજાની પડધરી સરકારી હોસ્પીટલમાં સારવાર લીધેલ અને  ચારે જણા સામે પડધરી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવેલ, જેથી રમેશ રાણાએ આગોતરા જામીન માટે અરજી કરી હતી જેને સેશન્સ કોર્ટે રદ કરી હતી.

ઉપરોકત અરજીના કામે સરકાર તરફથી એ.પી.પી. મહેશભાઇ જોષી તથા ફરીયાદ પક્ષેથી રાજકોટના એડવોકેટ સુરેશ ફળદુ, ભુવનેશ શાહી, કૃણાલ શાહી, ચેતન ચોવટીયા, રોકાયેલ હતા.

(3:33 pm IST)