Gujarati News

Gujarati News

News of Thursday, 22nd August 2019

સુરતમાં બનેલી દુઃખદ ઘટનાનું લાઈવ નિદર્શન

સુશોભન સ્પર્ધામાં શકિત યુવા ગ્રુપ છેલ્લા પાંચ વર્ષથી પ્રથમ સ્થાન મેળવે છે : આગ લાગે ત્યારે શું કરવું જોઈએ, ફાયરબ્રીગેડની ટીમ કંઈ રીતે બચાવ કામગીરી કરે છે તે નિહાળવા મળશેઃ રાસ ગરબા- મટકી ફોડના પણ કાર્યક્રમો

રાજકોટ,તા.૨૨: સમગ્ર દેશભરમાં શ્રીકૃષ્ણ જન્માષ્ટમીનો પર્વ ધામધુમથી અને રંગેચંગે પુરા ઉત્સાહથી મનાવે છે. ત્યારે શ્રી શકિત સોસાયટી શેરી નં.૪, શાળાનં૧૩ની પાછળ સંતકબીર રોડ, રાજકોટ, શકિત યુવા ગ્રુપ દ્વારા છેલ્લા છ વર્ષથી જન્માષ્ટમી મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. વિશ્વ હિંદુ પરિષદ આયોજન સુશોભન સ્પર્ધામાં છેલ્લા પાંચ વર્ષથી પ્રથમ ક્રમાંક મેળવે છે.

શકિત યુવા ગ્રુપના યુવા કાર્યકરોએ જણાવ્યું હતું કે વર્ષ ૨૦૧૪માં ગામડુ અને શહેરમાં થતી પ્રગતીને દર્શાવામાં આવી હતી. જેમાં પ્રોત્સાહીત શિલ્ડ, વર્ષ ૨૦૧૫માં ભારત અને પાકિસ્તાનની બોર્ડર દર્શાવવામાં આવી હતી. તેમાં થતાં હુમલા અને સૌનિકોની સાવધાની તથા બોર્ડરની ઘુસણખોરી દર્શાવવામાં આવી હતી. તેમાં વિશ્વ હિંદુ પરિષદ પ્રથમ ક્રમાંકનું શિલ્ડ, ૨૦૧૬માં રાજકોટ રેલ્વે સ્ટેશન દર્શાવ્યુ હતું. જેનુ સ્વચ્છ ભારતમાં ટોપ ૧૦માં સ્થાન આવ્યુ હતુ અને આ ફલોટને રાજકોટ રેલ્વેના ડીઆરએનશ્રીએ નિહાળ્યો હતો. તેમાં પ્રથમ ક્રમાંક સાથે શિલ્ડ, વર્ષ ૨૦૧૭માં ગૌ હત્યા અટકાવા માટે ફલોટ રજુ કર્યો હતો. જેમાં ગૌહત્યા કઈ- કઈ રીતે થાય છે અને તેને અટકાવવા કયા- કયા પ્રયાસો થાય છે. તેવો સંદેશો લોકો સમક્ષ રજુ કર્યો હતો. આ ફલોટ શ્રી પ્રવિણભાઈ તોગડીયાએ નીહાળ્યો હતો. આ ફલોટને પણ પ્રથમ ક્રમાંૅક મળેલ. ૨૦૧૮માં લાલ ચોક અને કાશ્મીરમાં સૈનિકો પર થતો પથ્થર મારો થતો અટકાવવામાં આવ્યો હતો. જેને આર્મીના રીટાયર્ડ ઓફિસર શ્રી જયદેવ જોષીએ નિહાળ્યો હતો. આ ફલોટને પણ પ્રથમ સ્થાન મળેલ.

દરમિયાન આ વર્ષે સુરતમાં થયેલ ખુબ જ કરૂણા જનક ઘટના કે જે તક્ષીશીલા નામના કોમ્પલેક્ષમાં આગ લાગવાના કારણે નિર્દોષ ૨૪ વિદ્યાર્થીઓ મૃત્યુ પામ્યા હતા. તે અંગેનો ફલોટ રજુ કરાયો છે. જેમાં આગ લાગે ત્યારે શું કરવુ લોકોને કઈ રીતે બચાવવામાં આવે છે અને ફાયર બ્રિગેડની કામગીરીને દર્શાવવામાં આવશે. આ ફલોટ નિહાળવા રાજકોટના ફાયર બ્રિગેડના ચિફ ઓફિસર શ્રી ઠેબા ઉપસ્થિત રહેશે.

તા.૨૪ના આઠમના ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવના દિવસે રાત્રે રાસ- ગરબા મટકી ફોડના કાર્યક્રમો રાખેલ હોવાનું  યાદીમાં જણાવાયું છે.

આયોજનને સફળ બનાવવા શકિત યુવા ગ્રુપ પ્રમુખ અલ્પેશ એચ. મોરાણીયા (મો.૯૫૭૪૩ ૩૧૧૧૩), ઉપપ્રમુખ હિતેષ બી.ગોદડકા (મો.૭૩૮૩૬ ૩૫૯૪૧), મનિષ બી. ગોદડકા, વિવેક કે. કાપડીયા, નૈતિક એસ.ચારોલીયા, કલ્પેશ એમ. કાપડીયા, ગૌરવ કે. કાપડીયા અને ભાવિન કે. મુરાશીયા જોડાયા છે.(તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(3:32 pm IST)
  • આઝમખાનને ઝટકો :27 FIR રદ કરવાની અપીલ પર હાઇકોર્ટની રાહત નહિ :સપાના સાંસદ આઝમખાનને વધુ એક ઝટકો લાગ્યો ;ઇલ્હાબાદ હાઇકોર્ટે હવે આઝમખાન સામે 27 FIR ને રદ કરવાની અરજી પર સુનાવણી કરવા ઇન્કાર કર્યો :કોર્ટે કહ્યું કે 27 કેસથી સંકળાયેલ મામલાની એક જ અરજીમાં સુનાવણી થઇ શકે નહીં :તમામ 27 FIR પર રાહત માટે અલગ અલગ અરજી કરવી પડશે access_time 12:31 am IST

  • દુબઇ પોર્ટ ઉપરથી ૩૫ કરોડ રૂ.ના બાસમતી ચોખા ભરેલ ૨૫૦ કન્ટેનર ગાયબઃ ધમાચકડી મચી ગઇ : ઉ.પ્ર.ના મેરઠથી સાઉદી અરેબીયા નિકાસ કરાયેલ ૨૫૦ કન્ટેનર બાસમતી ચોખા ગાયબ થઇ જતા ભૂકંપ સર્જાયો છે. લગભગ ૧૫ દિ પછી પણ કન્ટેનરોનો પતો નથી. ૩૫ કરોડ આસપાસ કિમત થવા જાય છે. ઇરાન અને સાઉદીમાં સૌથી વધુ ભારતીય ચોખાની નિકાસ થાય છે. નિકાસ કરનારાઓની ઉંઘ હરામ થઇ ગઇ છે. access_time 4:17 pm IST

  • ત્રણ તલ્લાક કાનૂનના વિરોધમાં જમિયત ઉલેમા એ હિન્દે સુપ્રીમકોર્ટમાં અરજી દાખલ કરી ;અરજીમાં કહેવાયું છે કે સુપ્રીમકોર્ટ એકસાથે ત્રણ તલ્લકને અમાન્ય કરી ચૂક્યું છે ત્યારે કાનૂનની જરૂરત નથી ; અરજીમાં જણાવ્યું છે કે પતિના જેલમાં જવાથી પત્નીની મદદ થશે નહીં :બેદરકારીથી જીવ લેવા જેવા અપરાધની સજા બે વર્ષ છે અને તલ્લાક માટે ત્રણ વર્ષની સજા છે access_time 1:08 am IST