Gujarati News

Gujarati News

News of Thursday, 22nd August 2019

મ્યુ.કોર્પોરેશન દ્વારા નેશનલ સ્પોર્ટસ ડે નિમિતે બેડમીન્ટન - સ્વીમીંગ સ્પર્ધા

૨૯ ઓગસ્ટે આયોજનઃ બેડમીન્ટન અને સ્નાનાગારનાં નોંધાયેલ સભ્યો ભાગ લઇ શકશે

રાજકોટ,તા.૨૨:   મ્યુ.કોર્પોરેશન દ્વારા આગામી તા.૨૯ ઓગસ્ટ ના રોજ નેશનલ સ્પોર્ટસ  ડે નિમિત્ત્।ે  વીરસાવરકર ઇન્ડોર સ્ટેડિયમ ખાતે નોંધાયેલ બેડમીન્ટનના મેમ્બર્સ માટે બેડમીન્ટન સ્પર્ધા તથા રાજકોટ મહાનગરપાલિકા હસ્તકના તમામ સ્નાનાગારો ખાતે નોંધાયેલ જાણકાર કેટેગરીના મેમ્બર્સ માટે સ્વીમીંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યુ છે.

 આ અંગે તંત્રની સતાવાર યાદીમાં જણાવ્યા મુજબ મ્યુ.કોર્પોરેશન દ્વારા ૨૯મી ઓગસ્ટનાં નેશનલ સ્પોર્ટસ  ડે નિમિત્ત્।ે બેડમીન્ટન અને સ્વીમીંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યુ છે. આ સ્પર્ધામાં ભાગ લેવા ઇચ્છુકોએ બેડમીન્ટન સ્પર્ધાના ફોર્મ વીર સાવરકર ઇન્ડોર સ્ટેડિયમ, રેસકોર્ષ  ખાતેથી તથા સ્વીમીંગ સ્પર્ધાના ફોર્મ રાજકોટ મહાનગરપાલિકા હસ્તકના તમામ  સ્નાનાગાર ખાતેથી વિનામુલ્યે મળી શકશે. નિયત નમુનાનું પુરાવાઓ સાથેનું ફોર્મ ભરીને આપવાની આખરી તા.૨૭ સાંજે ૦૬ કલાક સુધીની રહેશે. તેમ તંત્રીની સતાવાર યાદીમાં જણાવાયુ છે.

(3:31 pm IST)