Gujarati News

Gujarati News

News of Thursday, 22nd August 2019

ગંજીવાડામાં જૂના ઝઘડાનો ખાર રાખી સલીમભાઇ ચાનીયાના ઘર પર પથ્થરમારો

ઘર નજીક રહેતા આસીફ ભટ્ટી અને બે અજાણ્યા સામે ગુનો નોંધાયો

રાજકોટ તા.૨૨: ભાવનગર રોડ ગંજીવાડામાં જૂના ઝઘડાનો ખાર રાખી મુસ્લીમ યુવાનના ઘર પર ઘર પાસે રહેતા ત્રણ શખ્સોએ કાચની બોટલો તથા પથ્થર મારો કરી ધમકી આપતા ફરિયાદ થઇ છે.

મળતી વિગત મુજબ ગંજીવાડા શેરી નં.૫માં રહેતા સલીમભાઇ દાઉદભાઇ ચાનીયા (ઉ.વ.૪૬)તથા તેની પત્ની, બે પુત્રો અને પુત્ર વધુ રાત્રે ઘરે હતા. ત્યારે મોડી રાત્રે ઘર નજીક રહેતો આસીફ અબ્દુલભાઇ ભટ્ટી તથા બે અજાણ્યા શખ્સો ઘરની બહાર લોખંડની ડેલી ઉપર છૂટા પથ્થર તથા કાચની બોટલના ઘા કરતા હતા. અવાજ થતા સલીમભાઇ તાકીદે ડેલીખોલી બહારની કળતા આસીફ સહિત ત્રણ શખ્સોએ 'તને જીવતો નથી રહેવા દેવો' કહી ગાળો આપી નાશી ગયા હતા. આ બનાવમાં અગાઉ આસીફ સાથે ડખ્ખો થયો હોઇ, તે બાબતે સમાધાન પણ થયુ હતુ. પરંતુ તે બાબતનો ખાર રાખી  ઘરપર હુમલો કર્યો હોવાનું ખુલ્યુ હતું. આ બનાવ અંગે સલીમભાઇ ચાનીયાએ પોરાળા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા એએસઆઇ ગોકુળભાઇ તથા આનંદભાઇએ તપાસ હાથ ધરી છે.

(3:30 pm IST)