Gujarati News

Gujarati News

News of Thursday, 22nd August 2019

આજથી એસકેએસઇ સીકયુરીટી સોનમ ગ્રુપવાળા જયેશભાઇ શાહ હસ્તકઃ જુના બોર્ડના ડાયરેકટરોના રાજીનામાં: નવુ બોર્ડ-નવી જગ્યા અસ્તિત્વમાં

ગઇકાલે યોજાયેલી મીટીંગમાં શેર ટ્રાન્સફર અને અન્ય પેમેન્ટ સહિતની પ્રોસેસની પતાવટ કરવામાં આવી : ટૂંક સમયમાં ૩૪૭ શેર હોલ્ડરોને ભાગે પડતી રકમ ચુકવી દેવામાં આવશે બાદમાં બિલ્ડીંગ વેચવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે

રાજકોટ તા. રર :.. સૌરાષ્ટ્ર-કચ્છ સ્ટોક એક્ષચેંજની સબસીડીયરી એવી એસકેએસઇ સીકયુરીટી આજથી સોનમ ગ્રુપવાળા જયેશભાઇ શાહ હસ્તક આવી ગઇ છે. ગઇકાલે યોજાયેલી એક મીટીંગમાં શેર ટ્રાન્સફરથી માંડીને પેમેન્ટ સુધીની બાબતોની વિધીની પતાવટ કરવામાં આવી હતી. એસકેએસઇ સીકયુરીટીના જુના બોર્ડના ૬ ડાયરેકટરોએ રાજીનામા આપી દીધા છે અને નવુ બોર્ડ પણ અસ્તિત્વમાં આવી ગયુ છે. નવા બોર્ડ સાથે અસ્તિત્વમાં આવેલ સંસ્થામાં સીઇઓ તરીકે ચિરાગ ડેડકીયાના પણ નિમણુંક કરવામાં આવી છે.

આ અંગે સુત્રોએ જણાવ્યું છે કે સોનમ ગ્રુપવાળા જયેશભાઇ શાહને સ્ટોકની સીકયુરીટી  રૂ. ૧૧.રપ કરોડમાં વેચવાનો અગાઉ નિર્ણય લેવાયો હતો જેની અંતિમ પતાવટ ગઇકાલે સંપન્ન કરવામાં આવી હતી. નવા બોર્ડને શેર ટ્રાન્ફસર કરવામાં આવ્યા હતા તથા પૈસાની લેતી દેતીની વિધી પણ ગઇકાલે જ પુરી કરવામાં આવી હતી. ગઇકાલે સીકયુરીટીના બોર્ડના સભ્યો સુનિલભાઇ શાહ, વી. પી. વૈશ્ણવ, હસમુખ બલદેવ, નંદકિશોર જાડેજા, બીપીન શાહ અને મિલન મીઠાણીએ રાજીનામાં આપી દીધા હતા અને જયેશભાઇ શાહના વડપણ હેઠળનું નવું બોર્ડ અસ્તિત્વમાં આવ્યું હતું.

સીકયુરીટીના વેંચાણથી મળેલાં નાણા ૩૪૭ શેર હોલ્ડરો વચ્ચે ટૂંક સમયમાં ટેક્ષની જવાબદારી પુરી કરી વહેંચી દેવામાં આવશે. ત્યારબાદ બિલ્ડીંગ વેચવાનો મામલો હાથ ઉપર લેવામાં આવશે તેવું જાણવા મળે છે. આમ હવે સીકયુરીટી નવા બોર્ડ અને નવા મેનેજમેન્ટ હસ્તક નવી જગ્યાએ (સાકેત પ્લાઝા, હરિહર ચોક, રાજકોટ) ખાતે કાર્યરત થઇ છે. નવા મેનેજમેન્ટ હસ્તક સીકયુરીટી ટુંક સમયમાં વિકાસની હરણફાળ ભરશે. નવી સંસ્થામાં સીઇઓ તરીકે ચિરાગ ડેડકીયાની નિમણુંક કરવામાં આવી છે.

(3:26 pm IST)