Gujarati News

Gujarati News

News of Thursday, 22nd August 2019

કુબલીયાપરા-ચુનારાવાડમાં દારૂની ડ્રાઇવઃ ૨૭૦૦ લિટર આથાનો નાશઃ દારૂ સાથે ચાર પકડાયા

રાજકોટઃ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જેસીપી અજયકુમાર ચોૈધરી અને ડીસીપી રવિમોહન સૈનીએ દારૂની પ્રવૃતિ ડામી દેવા સુચના આપી હોઇ એસીપી પૂર્વ એચ.એલ. રાઠોડની રાહબરીમાં સાંજે થોરાળા પી.આઇ. બી.ટી. વાઢીયાએ અલગ-અલગ ટીમો બનાવી સાંજે સાડા છથી આઠ સુધી મેગા ડ્રાઇવ યોજી હતી. જેમાં આજીડેમના ઇન્ચાર્જ તથા તેમની ટીમ અને ભકિતનગરના પી.એસ.આઇ. તથા ટીમ તેમજ એસઆરપીનો સ્ટાફ જોડાયો હતો. પોલીસે ૨૭૦૦ લિટર આથાનો નાશ કર્યો હતો. તેમજ ૩૬ લિટર દારૂ કબ્જે કરી ત્રણ મહિલા સહિત ચારને પકડી લીધા હતાં.

(1:17 pm IST)