Gujarati News

Gujarati News

News of Thursday, 22nd August 2019

લોકમેળામાં લોકો મોજથી મ્હાલી શકે એ માટે પોલીસનો જબરદસ્ત બંદોબસ્તઃ ડીસીપી મનોહરસિંહ જાડેજાએ તમામ સ્ટાફને સુચનો આપ્યાઃ રોડ માર્ચ યોજી

રાજકોટઃ આજથી રેસકોર્ષમાં શરૂ થયેલા મલ્હાર લોકમેળામાં લોકો મોજમસ્તીથી અને શાંતિ પૂર્વક રીતે હરીફરી શકે તે માટે પોલીસે ચાંપતો બંદોબસ્ત ગોઠવ્યો છે. તમામ પોલીસ કર્મચારીઓને આજથી તા. ૨૬ સુધી યોજાયેલા મેળાના બંદોબસ્ત સંદર્ભે ખાસ  સુચના અને જરૂરી માર્ગદર્શન ઉચ્ચ અધિકારીઓએ આપ્યું હતું. લોકમેળામાં કાયદો વ્યવસ્થા જળવાઇ રહે અને બાળકો  વાલીઓથી છુટા પડી જાય તો તેને તુરત જ તેના વાલીઓ સુધી પહોંચાડવાની કાર્યવાહીમાંસતત ધ્યાન ાપવા અને રેસકોર્ષ રીંગ રોડ ફરતે પાથરણાવાળા બેસી જતાં હોઇ તેના કારણે ટ્રાફિકને અડચણ ઉભુ ન થાય તે માટે ખાસ બંદોબસ્ત રાખવા ઉચ્ચ અધિકારીઓ મનોજ અગ્રવાલ, અજયકુમાર ચોૈધરીની સુચના હેઠળ ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી પી. કે. દિયોરા, એસીપી જે. એસ. ગેડમ, એસીપી પલાસણા અને પી.આઇ. બી.એમ. કાતરીયાએ તમામ કર્મચારીઓને સુચના અને માર્ગદર્શન આપ્યું હતું. એ પછી ડીસીપી મનોહરસિંહ જાડેજાની આગેવાનીમાં અધિકારીઓ, કર્મચારીઓએ રેસકોર્ષ રીંગ રોડ ફરતે રોડ માર્ચ કરી હતી.

(1:16 pm IST)