Gujarati News

Gujarati News

News of Thursday, 22nd August 2019

જડેશ્વર વેલનાથપરાના ખાડામાંથી ધર્મેશ મરાઠીને ૨.૭૯ લાખના ૭૮૦ બોટલ દારૂ સાથે આજીડેમ પોલીસે દબોચ્યો

બીજા દરોડામાં નરસંગપરામાંથી ધર્મેશ વાઘેલાને દારૂ-બીયર સાથે પ્ર.નગર પોલીસે પકડ્યોઃ ૩૬ બોટલ દારૂ સાથેની રિક્ષા માલવીયાનગર પોલીસને રેઢી મળી

રાજકોટ તા. ૨૨: તહેવાર ટાણે બૂટલેગરો પર પોલીસે ભીંંસ વધારી દીધી છે. આજીડેમ પોલીસે ખોખડદળ નદી પાસે જડેશ્વર વેલનાથપરા જવાના રોડ પર ચોકલેટ ખાણ પાસેના ખાડામાંથી રૂખડીયાપરાના મરાઠી શખ્સને રૂ. ૨,૭૩,૦૦૦ના ૭૮૦ બોટલ દારૂ સાથે ઝડપી લીધો છે. જ્યારે પ્ર.નગર પોલીસે ૧૨,૬૦૦ના દારૂ બીયર સાથે એક શખ્સને પકડ્યો છે. જ્યારે દારૂની બોટલો સાથેની એક રિક્ષા માલવીયાનગર પોલીસે જપ્ત કરી હતી.

આજીડેમ પોલીસ મથકના કોન્સ. કુલદીપસિંહ જાડેજા તથા કોન્સ. ધર્મેન્દ્રસિંહ ઝાલાએ બાતમી મળી હતી કે વનચેતના કેન્દ્ર સામે જડેશ્વર વેલનાથપરા જવાના રોડ પર ચોકલેટ ખાણ નજીક ખાડામાં એક શખ્સે દારૂનો જથ્થો ઉતાર્યો છે અને કટીંગ થવાનું છે. આ બાતમીને આધારે દરોડો પાડવામાં આવતાં એક શખ્સ દારૂના જથ્થા સાથે મળ્યો હતો. પુછતાછમાં તેણે પોતાનું નામ ધર્મેશ કિશનભાઇ કવરાડી (મરાઠી) (ઉ.૨૯-રહે. રૂખડીયાપરા-૭, જુની વાયરલેસ ઓફિસ પાછળ) જણાવતાં તેની ધરપકડ કરી રૂ. ૨,૭૩,૦૦૦નો ૭૮૦ બોટલ દારૂ તથા ૬૦૦૦નો મોબાઇલ ફોન કબ્જે લીધા હતાં હતાં.

ડીસીપી રવિકુમાર સૈની, એસીપી એચ.એલ. રાઠોડની રાહબરીમાં આજીડેમના ઇન્ચાર્જ એમ. જે. રાઠોડ, પીએસઆઇ સી.એસ. પટેલ, હેડકોન્સ. કનકસિંહ સોલંકી, શૈલેષભાઇ ભીંસડીયા, શૈલેષભાઇ નેચડા, ધર્મેન્દ્રસિંહ ઝાલા, કુલદીપસિંહ જાડેજા સહિતે આ કામગીરી કરી હતી.

બીજા દરોડામાં પ્ર.નગર ડી. સ્ટાફના હેમેન્દ્રભાઇ વાધીયા, પ્રદિપસિંહ ગોહિલ, શકિતસિંહ ગોહિલની બાતમી પરથી જુની કલેકટર કચેરી પાછળ નરસંગપરા રેલ્વેના જુના પુલ સામે રહેતાં ધર્મેશ ઉર્ફ ધમો લાલજીભાઇ વાઘેલા (ઉ.૨૪)ને રૂ. ૧૨૬૦૦ના બીયારના ૧૨ ટીન અને ૧૯ બોટલ દારૂ સાથે પકડી લેવાયો હતો. ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી પી. કે. દિયોરાની સુચના હેઠળ પી.આઇ. બી.એમ. કાતરીયા, પીએસઆઇ ઓ. પી. સિસોદીયા, હેડકોન્સ.અરવિંદભાઇ મકવાણા, અશોકભાઇ કલાલ, જયદિપભાઇ ધોળકીયા, મનજીભાઇ ડાંગર, જયેન્દ્રસિંહ સહિતે દરોડો પાડ્યો હતો.

ત્રીજા દરોડામાં માલવીયાનગર પોલીસે એચ. જે. દોશી હોસ્પિટલવાળા રોડ પર રિક્ષા પાર્કિંગમાંથી જીજે૧બીઝેડ-૩૭૮૪ નંબરની રિક્ષા કબ્જે કરી હતી. જેમાંથી રૂ. ૧૪૪૦૦નો ૩૬ બોટલ દારૂ મળતાં કબ્જે કરી નંબરને આધારે રિક્ષા માલિક, ચાલકની શોધખોળ થઇ રહી છે. પીઆઇ એન. એન. ચુડાસમા, પીએસઆઇ જે.એસ. ચંપાવત, કુલદીપસિંહ જાડેજા, મશરીભાઇ ભેટારીયા, મયુરસિંહ, ભાવેશભાઇ સહિતે દરોડો પાડ્યો હતો.

(1:14 pm IST)
  • છત્તીસગઢના વકીલે સુપ્રીમકોર્ટમાં કર્યું સોગંદનામું ;કહ્યું હું ભગવાન રામનો વંશજ છું ;છત્તીસગઢ હાઇકોર્ટના વકીલ હનુમાન પ્રસાદ અગ્રવાલે સુપ્રીમકોર્ટમાં શપથપત્ર રજૂ કરીને પોતાને ભગવાન રામનો વંશજ હોવાનો દાવો કર્યો છે access_time 12:52 am IST

  • ભાવનગર : ભાલ પંથકના જસવંતપુરા ગામમાં જૂથ અથડામણ:પાંચ લોકો ઘવાયા :ગામના સરપંચના પરિવાર પર થયો હુમલો:બે મહિલા સહીત પાંચ લોકોને ઇજા :તમામ ઈજાગ્રસ્તને હાલ સર.ટી હોસ્પિટલ સારવાર અર્થે ખસેડાયા:ભાવનગર ડિવાયએસપી સહિત પોલીસ કાફલો સર ટી હોસ્પિટલે પહોંચ્યો access_time 11:16 pm IST

  • નોર્થ વેસ્ટ લંડનમાં આવેલું આંબેડકર મ્યુઝિયમ આવતા મહિનાથી બંધ થશે : મહારાષ્ટ્ર સરકારે 3 મિલિયન પાઉન્ડની કિંમતે ખરીદેલા મ્યુઝિયમ માટેના બિલ્ડિંગનું ઉદ્ધઘાટન શ્રી નરેન્દ્ર મોદીએ કર્યું હતું : ડો.આંબેડકર 1920 ની સાલમાં અભ્યાસકાળ દરમિયાન આ બિલ્ડિંગમાં રહ્યા હતા : મ્યુઝિયમને નામંજુરી આપવાના કેમડેમ કાઉન્સિલના નિર્ણય વિરુધ્ધ મહારાષ્ટ્ર સરકાર લંડન કોર્ટમાં જશે access_time 8:55 pm IST